________________
મુનિઓને તૈયાર કરેલા. ૧૦ દીક્ષા થઈ ગઈ હતી. તે બધાને પૂ. દાનસૂરિજીના શિષ્યો બનાવેલા. પ્રારંભમાં જ આટલો પ્રભાવ હતો તો પછીથી કેટલો વધ્યો હશે ? સંસારથી ખેંચ્યા પછી તેઓ મુનિઓને આગળ પણ વધારતા. પૂ. રામવિજયજીને સરસ્વતીની આ ગુફામાં સાધના કરાવેલી.
કોઈ બહેને તેમના વ્યાખ્યાનની પ્રશંસા કરી, તેથી સ્વયં વ્યાખ્યાન નહિ આપતા.
પ્રવચનકાર રામવિજયજી, ભાનુવિજયજી, ચન્દ્રશેખર વિ. વગેરે બધાનો તેઓ ઉપયોગ કરી લેતા.
ભલભલા શક્તિશાળી આચાર્ય પર પૂજ્યશ્રી ખફા થયા હોય તેમને વર્ષો સુધી એક પણ શિષ્ય ન થયો હોય, એમ અમે જોયું છે.
અમારી હસ્તી એમને આભારી છે. મૂંગા રહીને એમણે અસાધારણ કાર્ય કર્યું છે.
પૂજયશ્રીને શાસન માટે ખૂબ જ ચિંતા હતી.
દવાની ભૂલના કારણે મને લકવો થતાં તેઓ ચિંતિત થઈ ગયા. પૂજ્યશ્રી શિવગંજ હતા. હું નાણામાં હતો. તેઓ બેડામાં આવ્યા. ત્યાં ૬૦૦ માણસોનું ઉપધાન હોવા છતાં ત્યાં ન રોકાતાં નાણામાં મારી પાસે આવ્યા. સાધુનો ભોગ આપી ગૃહસ્થોને કદી તેમણે પંપાળ્યા નથી.
ચિંતા ન કર. તું ચાલતો થઈ જઈશ.' એમ ખોળામાં બેસાડીને તેમણે મને કહેલું. તે વખતે જિનસેન વિ. એ ખૂબ જ સેવા કરેલી. મને શિવગંજ લઈ ગયા. જીવ્યા ત્યાં સુધી મને જામનગર હોસ્પિટલમાં રખાવ્યો. ત્યાંના મુખ્ય વ્યક્તિ જીવાભાઈને “મારો છોકરો છે.' એમ કહીને સૂચના આપેલી. નહિ તો જીવાભાઈ કાંઈ પૈસા કાઢે ? | મારા પર તેમનો અસીમ ઉપકાર ! હું પાછો વિચિત્ર ! એમને અનેક વખત નારાજ કરું. કર્મ સાહિત્ય માટે ના પાડું. છતાં બધું ગળી ખાય. મારા જેવા અનેકોનું આવું અપમાન ગળી જતા.
અમારી પાસેથી કામ લેવાની એમની જબ્બરી ટ્રીક હતી.
૩૨૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪