________________
કિશોરો હતા.
તે વખતે પૂજ્યશ્રીની સાથે ભાનવિજયજી આ બધું સંભાળતા. પૂજ્યશ્રીનું આ જ મિશન હતું : સાધુઓ વધારવા. સહયોગીઓ તો પછીથી મળ્યા. ૧૨ વર્ષ પછી રામવિજયજી મળ્યા. તે પહેલા પણ સંઘર્ષ કરતા જ રહ્યા. ગુરુને ૧૦ શિષ્ય થાય પછી જ ૧૧મો મારો શિષ્ય એમ પ્રતિજ્ઞા હતી.
દીક્ષા લેવામાં એમને સ્વયંને ઘણી તકલીફ પડી છે. વ્યારાથી ભાગીને ૩૬ માઈલ એક રાતમાં ચાલીને પછી ગાડીમાં બેસીને અહીં તળેટીમાં દીક્ષા લીધી છે. ધર્મશાળામાં લઈ શકાય તેમ ન્હોતું. મંજૂરી વિના કોણ દીક્ષા અપાવવાની હિંમત કરે ? અત્યારે તો તળેટીમાં કોઈ દીક્ષા નથી લેતું. પણ એમને આદિનાથ પ્રભુની કૃપા મળવાની હશે.
કોઈએ એમને ખેંચ્યા નથી, સ્વયં ખેંચાઈને આવ્યા છે. જન્માંતરીય અધૂરી સાધના પૂરી કરવા જ આવ્યા હશે.
ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં રહ્યા, તે જગ્યાએ (નાદિયામાં) એમનો જન્મ થયો છે. આબુ, નાંદિયા, દિયાણા, મુંડસ્થળ, વડગામ, વાસા, ઓસિયા, ભાંડવજી વગેરે સ્થળે ભગવાન મહાવીર વિચર્યા છે. આ બધે જ સ્થાને ભગવાન મહાવીર છે. ભગવાનના એ પવિત્ર પરમાણુઓને તેમણે ગ્રહણ કર્યા હશે !
'श्रमणों को बढाना है। बिना श्रमण शासन नहीं चलेगा।' આ તેમનું મિશન હતું.
કસ્તુરભાઈ આવે તો પણ આ જ પૂછે : આ (ઓશો) ક્યારે લેવો છે ? જેમની સાથે નજર મિલાવે તેને દીક્ષા પ્રાયઃ મળી જાય, એવી એમની લબ્ધિ હતી.
વિ.સં. ૨૦૨૦માં પિંડવાડામાં તેમનું ચાતુર્માસ હતું. પ૫ સાધુઓ હતા. મેં ૨૦૨૦માં પિંડવાડામાં તેમની સાથે એક જ ચાતુર્માસ કર્યું છે.
દીક્ષાનું મિશન ઉપાડ્યું પૂ. પ્રેમસૂરિજીએ. ચલાવ્યું તેમના વફાદાર શિષ્ય પૂ. રામચન્દ્રસૂરિજીએ.
પૂ. રામચન્દ્રસૂરિજીની દીક્ષા પહેલા પૂ. પ્રેમસૂરિજીએ ૧૦
*
*
*
*
*
=
*
*
*
*
* *
૩૨૧