________________
વિ.સં. ૨૦૧૬માં સૌ પ્રથમ જીવલેણ માંદગી આવી. ડૉકટરે કહ્યું : T.B. છે. સોમચંદ વૈદ કહે : T.B. - B.B. કાંઈ નથી. મારી દવા લો.
કહેવું પડે. ભગવાને જ વૈદને તેવી બુદ્ધિ આપીને આઠ દિવસમાં છાસ દ્વારા ઊભો કરી દીધો.
બીજી માંદગી મદ્રાસમાં આવી. મેં રાત્રે કલ્પતરુવિજયને કહી દીધું : “હું જાઉં છું. બચવાની શક્યતા નથી.' મુહપત્તીના બોલ પણ હું ભૂલી ગયેલો. વેદના ભયંકર ! પટ્ટ વખતે શાન્તિ પણ બોલી શકે નહિ. પણ ભગવાન બેઠા છે ને ? એમણે બચાવી લીધો.
આવા ઉપદ્રવોમાંથી બચાવનાર ભગવાન જ ને ? તે વખતે મને થયેલું : પ્રભાવનાના નામે આ ક્ષેત્રમાં હું ક્યાં આવ્યો ? તે વખતે કલ્પના પણ ન્હોતી કે હું સાજો થઈ જઈશ અને ગુજરાત – કચ્છમાં આવીને હું પાછો વાચના આપીશ.
પણ ભગવાને મને બેઠો કર્યો. આજે તમે વાચનાઓ પણ સાંભળી રહ્યા છો.
આવા ભગવાનને હું શી રીતે ભૂલી શકે ?
હું તો મારા અનુભવથી કહું છું : બાહા-આંતર આપત્તિઓમાં ભગવાન રક્ષણ કરે જ છે. જીવનમાં ખુટતી આધ્યાત્મિક શક્તિઓને પૂરતી કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે યા તો વ્યક્તિ મળે યા પંક્તિ મળી જાય.
નવકાર ગણીને હું પુસ્તક ખોલું. જે નીકળે તેમાં ભગવાનનો આદેશ સમજી હું અમલ કરું અને સફળતા મળે. અત્યારે ભગવાન સિવાય મને કોનો આધાર છે ?
અનુભવથી કહું છું ઃ ભગવાન સતત યોગ-ક્ષેમ કરતા જ રહે છે. ઠેઠ મોક્ષ સુધી સતત યોગક્ષેમ કરતા જ રહે છે.
બીજાધાનવાળા ભવ્યોના જ ભગવાન નાથ બને તો ભગવાનનો મહિમા ઓછો ન કહેવાય ? નહિ, ભગવાનનો મહિમા ઓછો ન કહેવાય. આ જ વાસ્તવિકતા છે. આ નિશ્ચયિક સ્તુતિ છે.
- ભગવાન કહે છે : તીર્થ સ્થાપના કરીને મેં કાંઈ
ઝ
ઝ
*
*
*
*
*
*
= =
• = ૩૯