________________
» ગણધરો પણ છદ્મસ્થ હોય ત્યાં સુધી પ્રતિક્રમણ
કરે.
તાવ વાયં ટાઇr થી સ્થાન, મોri થી વર્ણ, ફાઇi થી અર્થ-આલંબન-અનાલંબન.
કાયાથી સ્થાનયોગ. વચનથી વયોગ.
મૌનથી વયોગ. અહી વૈખરી વાણી બંધ છે. અત્તવણી બંધ નથી. અન્તર્જલ્પ ચાલુ જ છે.
ધ્યાનથી અર્થાદિ ત્રણેય યોગો લેવાના છે.
સુદર્શન શેઠ શૂળીએ ચઢવાના છે. એવા સમાચાર મળતાં મનોરમાએ કાયોત્સર્ગ કરેલો.
- યક્ષા સાધ્વીજીને મહાવિદેહમાં નિર્વિને પહોંચાડવા ચતુર્વિધ સંઘ કાયોત્સર્ગ કરેલો.
આજે પણ નાના બાળકને પણ આપણે કાયોત્સર્ગ શીખવીએ છીએ. પૂ.પં. ભદ્રંકર વિ.મ. કાયોત્સર્ગ પર બહુ જોર આપતા.
કાયોત્સર્ગના રહસ્યો સમજીને તેનો પ્રચાર કરવા જેવો છે. પરસ્પરનો આથી સંકલેશ દૂર થશે, મૈત્રીભર્યું વાતાવરણ જામશે.
અધ્યાત્મયોગમાં પ્રતિક્રમણ, મૈત્રી આદિ ભાવો છે. કાયોત્સર્ગમાં ધ્યાન અને અનાલંબન યોગ છે.
એક કાયોત્સર્ગમાં ધ્યાનના બધા જ ભેદોનો સમાવેશ થઈ શકે. એક માત્ર ભગવાનમાં તમારું મન લાગવું જોઈએ.
(૧૫) લય, (૧૬) પરમ લય :
દ્રવ્યથી વજલેપ. પૂર્વકાળમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વજલેપ તૈયાર થતો. આજના સિમેન્ટથી પણ ચડી જાય તેવો વજલેપ બનતો. એનાથી તૈયાર થતા મંદિરો વર્ષો સુધી ટકી શકતા.
ભાવથી અરિહંતાદિ ચારમાં ચિત્તને ચોંટાડવું.
ભગવાન સાથે આપણા ચિત્તનો વજલેપ થઈ જવો જોઈએ. ગુણમાં લય પામેલા ભગવાન છે. તેમાં આપણા મનનો લય થઈ જાય તો કામ થઈ જાય.
૧૪૮
*
*
*
*
*
*
*
*
*
* *
* કહે.