________________
હરિભદ્રસૂરિજીએ આ બધું દાર્શનિક ભાષામાં લખ્યું છે. આપણી પાસે દિવસો ઓછા છે. કહેવાનું ઘણું છે. એટલે દાર્શનિક ભાષા ગૌણ કરીને આગળ વધીએ છીએ.
સ્વરૂપ અને પરોપકાર આ બન્ને ભગવાનની સંપદા છે. સ્વરૂપ ઉત્કૃષ્ટ ન હોય તો ઉત્કૃષ્ટ પરોપકાર શી રીતે થઈ શકે? જેણે નાનું જ કુટુંબ ચલાવવું હોય તો નાની દુકાન, પરચૂરણનો ધંધો ચાલે, પણ વિશાળ કુટુંબવાળાને તો મોટા ધંધા કરવા પડે. ભગવાન સમસ્ત જગતના ઉદ્ધારનું મિશન લઈને બેઠા છે. એમની પાસે કેટલા ઉચ્ચ પ્રકારની સ્વરૂપ-પરોપકાર આદિ સંપદાઓ હોવી જોઈએ ?
મોક્ષમાં ગયા પછી આ શક્તિઓ બંધ થઈ જાય છે, એમ નહિ માનતા, આજે પણ એ શક્તિઓ કામ કરે જ છે.
સૈનિકો લડતા હોય ત્યારે સરકારની જવાબદારી હોય છે : ખુટતી વસ્તુ પૂરી કરવાની. આપણે મોહ સામે લડતા હોઈએ ને નિર્બળ બનીએ ત્યારે બળ પૂરવાની ભગવાનની જવાબદારી છે. જરૂર છે, માત્ર ભગવાન સાથે અનુસંધાનની. સૈનિક પાસે એટલી જ અપેક્ષા છે ? એ દેશને વફાદાર રહે. ભક્ત પાસેથી એટલી એટલી જ અપેક્ષા છે : એ ભગવાનને સમર્પિત રહે.
(૨૭) નિHUાં ગાવાઈi |
કંટકેશ્વરીએ જેમ કુમારપાળ પર ગુસ્સો કર્યો : મારી બલિપ્રથા કેમ અટકાવી ? મોહરાજા પણ આપણા પર ગુસ્સો કરે છે : મારી છાવણી છોડીને ભગવાનની છાવણીમાં કેમ તું ગયો ? કુમારપાળ કંટકેશ્વરી સામે મક્કમ રહ્યો, તેમ આપણે પણ મક્કમ રહેવાનું છે. ભગવાનના શરણે જવાનું છે. ભગવાનની તો સ્પષ્ટ વાત છે : મેં મોહ આદિ પર જય મેળવ્યો છે, મારું જે શરણ લે તેના પણ મોહનો હું નાશ કરું. તો જ હું અરિહંત. હું માત્ર જીતનારો નથી, જીતાડનારો પણ છું.
- રાગ-દ્વેષ-મોહ આદિના હુમલાઓ તો થતા જ રહેવાના. મોટા સાધકના જીવનમાં પણ આવા હુમલાઓ આવે. જો ન
૨૯૬
*
*
*
*
*
*
*
*
* *