________________
આધ્યાત્મિક કોઈ કાર્ય થઈ શકતું નથી.
માટી, પિંડ, સ્થાસક વગેરે આકારો ધારણ કરી ઘડો બને તે પહેલા અગ્નિમાં તપે છે. નિગોદથી નિર્વાણ સુધીની આપણી યાત્રામાં આપણે પણ અનેક અવસ્થાઓમાંથી પસાર થવું પડે
ઘડાની યાત્રા : માટીથી કુંભ સુધીની. આપણી યાત્રા : નિગોદથી નિર્વાણ સુધીની. કુંભાર વિના ઘડો ન બને. ભગવાન વિના મોક્ષ ન મળે.
ગઈકાલે આપણે ભગવાન ધર્મનાયક છે, તેના ચાર મૂળ હેતુ જોયા. તેના અવાંતર ૪-૪ હેતુ પણ જોયા. (કુલ ૧૬ હેતુ થયા.).
ધર્મનું વશીકરણ, ઉત્તમ ધર્મની પ્રાપ્તિ, ધર્મનું ફળ, ધર્મના ઘાતનો અભાવ – આ ચાર મૂળ હેતુ છે.
જ ધર્મનું વશીકરણ ભગવાને શી રીતે કર્યું ? વિધિપૂર્વક નિરતિચાર ધર્મનું પાલન કરવાથી. યથોચિત દાન આપવાથી અને દાનમાં કોઈ પણ જાતની અપેક્ષા (ઈચ્છા) નહિ રાખવાથી ધર્મ ભગવાનનો સેવક થઈ ગયો.
હું તને જ્ઞાન આપું. તું મારી સેવા કર.” આ ધર્મ નથી, સોદો છે. ભગવાને સંપૂર્ણ નિરપેક્ષ બની ધર્મની સાધના કરેલી.
ભગવાને ઉત્તમ ધર્મની પ્રાપ્તિ કરેલી છે. તેના ચાર કારણો : (૧) ક્ષાયિક ધર્મની પ્રાપ્તિ, (૨) પરાર્થ સંપાદન, (૩) હીન વ્યક્તિને પણ સમજાવવા પ્રયત્ન કરવો, (૪) ભગવાનનું વિશિષ્ટ કોટિનું તથાભવ્યત્વ.
બીજા કરતાં તીર્થકરનો ક્ષાયિકભાવ ઉત્કૃષ્ટ કોટિનો હોય. અરે બીજાના ક્ષાયિક સમ્યગૂ દર્શન કરતાં પણ ભગવાનનું ક્ષાયોપથમિક સભ્યન્ દર્શન ચડિયાતું હોય. માટે જ તેને વરબોધિ” કહેવાય.
ભગવાનનો પરોપકાર સ્વભાવ નિગોદથી જ બીજરૂપે પડેલો હોય. એ જ આગળ વધતાં-વધતાં વિકાસ પામે.
૨૪૨
*
*
*
*
*
*
*
*
*
*
*
*