SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ તો સમજાવી - સમજાવીને થાક્યા. એટલે ચેતના જ ચેતનને સમજાવે છે. પત્ની બધી રીતે બરાબર હોવા છતાં પતિ પરઘર ભટકે તેમાં પત્નીની જ બદનામી થાય ને ? આ જૈનશાસનને પામીને પર-ઘર છોડી સ્વ-ઘરમાં આવવાનું છે. એ માટે કર્મના ચક્રવ્યુહનું ભેદન કરવાનું છે. મહાભારતના ચક્રવ્યુહ કરતાં પણ કર્મનું ચક્રવ્યુહ તોડવું કઠણ છે. રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ જ અભેદ્ય ચક્રવ્યુહ છે. હજારો અભિમન્યુઓ પાછા પડે તેવું આ ચક્રવૂહ છે. કેટલીયેવાર આપણે આ ગ્રન્થિ (ચક્રવ્યુહ) પાસે આવ્યા, પણ એમને એમ પાછા ફર્યા. સમ્યગદર્શન પામવું સહેલું નથી. ચક્રવ્યુહનું ભેદન થયા વિના સમ્ય દર્શન મળતું નથી. સમ્યદર્શનની પ્રાપ્તિ માટે જ, પ્રાપ્ત થયેલા સમ્યગુ દર્શનની નિર્મળતા માટે જ સમ્મતિતર્ક આદિ ગ્રન્થો ભણવા માટે દોષિત વસ્તુઓ વાપરવાની છૂટ છે. કારણ કે એકના હૃદયમાં જો સમ્યગ્રદર્શનનો દીવો પ્રગટશે તો તે હજારો દીવાઓ પ્રકાશિત કરી શકશે. એક આદિનાથ ભગવાને કેટલાનો કેવળજ્ઞાનરૂપી દીવો જગાવ્યો ? માટે જ ભગવાન જગતના અપ્રતિમ દીપક કહેવાયા છે. વીપરત્વમસિ નાથ !' - ભક્તામર. મુવUાપર્વ વીર' ભગવાન જગતના દીપક છે.” - જીવવિચાર. જ માર્ગની જાણકારી સભ્ય જ્ઞાનથી. માર્ગે જવાની ઈચ્છા સમ્યમ્ દર્શનથી મળે પણ માર્ગમાં પ્રવર્તન તો સમ્યમ્ ચારિત્ર જ કરાવે. ચારિત્રમાં પગલા ન માંડીએ તો સમજવું : હજુ મુક્તિમાર્ગ તરફ પ્રયાણ જ શરૂ થયું નથી. તમે જ્યારે ધર્મ-માર્ગે પગલા માંડો છો ત્યારે ભગવાન સારથિ બનીને આપોઆપ ૨૦૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy