________________
ખંતીલા ખંત અને જબ્બર જહેમત માંગી લેતા આ કામને કરતા બંને મિત્રોને નજરે જોયા છે. એક પત્રકાર કરતાં પણ વધુ ઝડપથી લખવું અને પછી તત્કાલ એનું સંમાર્જન અને પ્રેસકોપી કરાવવી એ કેટલી ર્તિ, તાજગી અને અપ્રમત્તતાનું કામ છે ! એ તો જોનારને જ ખ્યાલ આવે... આવા સાહિત્ય પ્રકાશન બદલ બંને મિત્રો ધન્યવાદાઈ છે ! એમ જણાવવા પૂર્વક હું એક દોઢ ડાહ્યાની અદાથી તે બંનેને વણમાંગી ભલામણ કરવાની કુચેષ્ટા કરવાનું ટાળી નથી શકતો કે પુસ્તકનું નામ ‘કહે છે કલાપૂર્ણસૂરિ'ના બદલે ‘વહે છે કલાપૂર્ણસૂરિ' વધુ સંગત લાગત. કહેવા અને વહેવા વચ્ચે બહુ અત્તર છે. કહેવામાં તન્મયતા / નિમગ્નતા જરૂરી નથી, વહેવામાં બંને અનિવાર્ય છે. પૂજ્યશ્રીની વાચનામાં કહેણ કરતાં વહેણનો અનુભવ વિશેષ છે. કાશ ! મારી ભલામણ સફળ થાય ! મને આમુખ લખવાની તક આપી ત્યારે હું આનંદિત બન્યો. આથી મારું વાચના-શ્રવણ સાનુબન્ધ બન્યું... એ ઉપકાર કર્યો ગણિબન્યુઓએ... અન્ત ઉપકૃત બનીને હું એટલું જ જણાવીશ... કે યહ અવસર બાર બાર આય !
19