________________
આ. સુદ-૧૩ ૧૧-૧૦-૨૦૦૦, બુધવાર
ભગવાન સર્વત્ર સર્વદા અને સર્વમાં છે.
મુનિશ્રી અમિતયશવિજયજીના માસક્ષમણનું પારણું તથા પૂ. જગવલ્લભસૂરિજીના નિશ્રાવર્તી ધર્મચક્રના તપસ્વીઓને છેલ્લા અઠ્ઠમનું પચ્ચખાણ.
પૂજ્ય આચાર્યદેવ કલાપૂર્ણસૂરિજી : વિપ્ન ટળે તપ-ગુણ થકી,
તપથી જાય વિકાર; પ્રશસ્યો તપ-ગુણ થકી, વીરે ધન્નો અણગાર.
- સિદ્ધાચલની ગોદમાં. વિપુલ સંખ્યામાં આરાધકો આરાધના કરી રહ્યા છે.
- સિદ્ધાચલને ભેટવું એટલે સિદ્ધોને ભેટવું એવી ભાવના ન પ્રગટે ત્યાં સુધી વારંવાર સિદ્ધાચલને ભેટતા રહો.
- અહીં માસક્ષમણ, ૫૧
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૫૩