________________
જેમ નવકાર વગેરેના ઉપધાન હોય છે તેમ સાધુઓને પણ યોગોદ્વહન હોય છે. આચારાંગ, ઉત્તરાધ્યયન, કલ્પસૂત્ર, મહાનિશીથ વગેરેના યોગોદ્વહન થતાં તે તે ગ્રન્થનો અધિકાર મળે છે.
દા.ત. મહાનિશીથના યોગોદ્વહન કરનાર સાધુ જ દીક્ષાપ્રતિષ્ઠા-ઉપધાન આદિનો અધિકારી બની શકે છે.
ભગવતી સૂત્રના યોગોદ્વહન કરનાર જ વડી દીક્ષા વગેરેના અધિકારી બની શકે છે.
ગણિ-પદવી એટલે બીજું કશું નહિ, ભગવતી સૂત્રના યોગોદ્વહનની અનુજ્ઞા. તમારા ઉપધાનની માળ એટલે બીજું કશું નહિ, નવકાર વગેરે સૂત્રોની અનુજ્ઞા.
ગણિ-પદવીમાં માત્ર ભગવતી સૂત્રની અનુજ્ઞા આપવામાં આવે છે. પંન્યાસ-પદવીમાં સર્વ આગમોના અનુયોગની અનુજ્ઞા આપવામાં આવે છે. બન્ને વચ્ચે આટલો મહત્ત્વનો તફાવત છે.
આપણે ત્યાં પ્રથમ પંન્યાસજી તરીકે પૂ.આ.શ્રી વિજયસિંહસૂરિજીના શિષ્ય પૂ. સત્યવિજયજીનું નામ સંભળાય છે. વર્તમાન કાળમાં પંન્યાસજી મહારાજ તરીકે સમગ્ર જૈન સંઘમાં પ્રસિદ્ધ પૂજ્યશ્રી ભદ્રંકરવિજયજી ગણિ હતા.
૨૨ વર્ષ પહેલા ફલોદી ચાતુર્માસ દરમ્યાન અમે ત્રણ (હું, પૂર્ણચન્દ્ર વિ. તથા મુનિચન્દ્ર વિ.) હીરસૌભાગ્ય કાવ્ય વાંચતા હતા, તે વખતે તેમાં “પ્રજ્ઞાશ' શબ્દનો પ્રયોગ જોવા મળેલો. હીરસૌભાગ્યના રચયિતા શ્રી દેવવિમલ ગણિ લખે છે: હીરવિજયસૂરિજીએ કેટલાક મુનિઓને “પ્રજ્ઞાશ” બનાવ્યા. લાગે છે કે “પંન્યાસ' શબ્દનું સંસ્કૃતીકરણ “પ્રજ્ઞાશ' કર્યું હશે, અથવા “પ્રજ્ઞાશ' શબ્દમાંથી “પંન્યાસ” શબ્દ બન્યો હશે. (જાણકારો કહે છે કે, પંડિત પદનો ન્યાસ તે પંન્યાસ-પદ પંડિતનો પહેલો અક્ષર પં. + ન્યાસ = પંન્યાસ.)
પરમ ગુરુની પ્રજ્ઞાના અંશનું જેમાં અવતરણ થયું હોય તે “પ્રજ્ઞાશ” કહેવાય.
ભૂતકાલીન વિષયક સ્મૃતિ. વર્તમાનકાલીન વિષયક બુદ્ધિ. ભવિષ્યકાલીન વિષયક મતિ.
૩૬૦
=
*
*
*
*
*
*
* *
* કહે,