________________
છે. દુર્યોધનના કારણે યુધિષ્ઠિર મહાન છે. ધવલના કારણે શ્રીપાળ મહાન છે. ધવલશેઠ ન હોત તો શ્રીપાળની ઉત્તમતા શી રીતે જાણી શકાત ? ખલનાયક વિના નાયકની મહાનતા જાણી શકાતી નથી. માટે જ દરેક ચરિત્રોમાં (અને આજના ચલચિત્રોમાં પણ) નાયકની સાથે ખલનાયક (હીરોની સાથે વિલન)નું પાત્ર પણ હોય છે.
ધક્કો મારીને શ્રીપાળને સમુદ્રમાં નાખવાની ધવલની અધમાઈ !
ઊંધે માથે બંધાયેલા ધવલ શેઠને છોડાવવાની શ્રીપાળની ઉત્તમતા !
શ્રીપાળને ચંડાળ તરીકે ખતવવાની ધવલની પેરવી !
ધવલ વિષે જરા પણ અશુભ નહિ વિચારવાની શ્રીપાળની સજ્જનતા !
શ્રીપાળને જાનથી મારવાની ધવલની મહેનત !
આ બધા પ્રસંગો બન્નેની સજ્જનતા અને દુર્જનતાની પરાકાષ્ઠા જણાવે છે. જેટલા અંશે તમારો શત્રુ દુષ્ટ હોય તેટલા જ અંશે તમે તેના સજ્જન મિત્ર બનજો. તમારી મિત્રતા તો જ અસરકારક બની શકશે. | દુર્જન પોતાની દુર્જનતા ન છોડે તો સજ્જન પોતાની સજ્જનતા શા માટે છોડે ? ચંદનને કાપો, બાળો કે ઘસો, પણ તે પોતાની સુવાસ છોડતું નથી, તેમ સજજન કોઈપણ સ્થિતિમાં પોતાની સજ્જનતા છોડતો નથી. શ્રીપાળ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પુસ્તક “કહ્યું કલાપૂર્ણસૂરિએ” મલ્યું. આનંદ થયો. પૂજ્યશ્રીના પીરસાયેલા સુંદર પદાર્થોને તમોએ સોહામણો ઓપ આપ્યો. સર્વ સુધી પહોંચતા આ અવતરણો ખરેખર જ મનનીય છે.
- હબોલિવિજય
હુબલી
૧૦૨
મ
ઝ
=
=
=
=
=
=
=
=
=
=
=