________________
આદિ આપે. અહીં ભગવાનનું સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય, પણ ભક્ત માટે ભગવાનનું કર્તુત્વ જ મુખ્ય છે. ભોજન તરફથી સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય. કારણ કે ભોજન બનાવવાની, ચાવવાની, પચાવવાની બધી જ ક્રિયા આપણે જ કરી છે. ભોજન પોતાના તરફથી સંપૂર્ણ નિષ્ક્રિય છે. છતાં ભોજને જ તૃપ્તિ આપી એવું આપણે નથી માનતા? પાણીએ જ તરસ છીપાવી, એવું નથી માનતા ? ભોજન અને પાણી વગેરેમાં નિમિત્તની મહત્તા સ્વીકારીએ છીએ, માત્ર ભગવાનમાં
આ વાત સ્વીકારતા નથી. ભગવાન ભલે સ્વયં તરફથી નિષ્ક્રિય છે, છતાં આપણા માટે એ જ મુખ્ય છે. ભોજન સિવાય તમે પત્થર વગેરેથી ભૂખ ન ભાંગી શકો. પાણી સિવાય તમે પેટ્રોલ વગેરેથી તરસ ન છિપાવી શકો. ભગવાન વિના તમે અન્યથી અભય આદિ ન પામી શકો.
- શરણાગતિ અદ્ભુત પદાર્થ છે. ગુરુ પાસે કેવલજ્ઞાન ન હોય છતાં તેમના શરણે આવેલો કેવળજ્ઞાન પામી શકે. છબસ્થ ગૌતમસ્વામીના ૫૦ હજાર શિષ્યો કેવલજ્ઞાન પામી ગયેલા. ગુરુનું શરણ પણ આટલું સામર્થ્ય ધરાવતું હોય તો ભગવાનનું શરણું શું ન કરે ?
તમે કહેશો : તો પછી ભગવાનના શરણે રહેલા ગૌતમસ્વામી સ્વયં કેવળજ્ઞાન કેમ ન પામ્યા ?
ગૌતમસ્વામીને ભગવાનની ભક્તિ જ એટલી મીઠી લાગી કે એમને કેવળજ્ઞાનની ખાસ પડી ન્હોતી. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.” એ પંક્તિનું તેઓશ્રી જીવંત દૃષ્ટાંત હતા. પોતાના જીવનથી કદાચ આપણા જેવાને તેઓ એમ સમજાવવા માંગે છે : તમે ગુરુભક્તિ પાછળ બધું જ ગૌણ કરજો. એક ગુરુ-ભક્તિ હશે તો બધું જ મળી જશે.
ભગવાન ભયભીત પ્રાણીને અભય આદિ આપનારા છે.
બહારના ભયોથી જ નહિ, અંદરના રાગ-દ્વેષ આદિથી જીવ ખૂબ પરેશાન છે. બહારના ભયો પરેશાન ન જ કરી શકે, જો અંદર રાગ-દ્વેષ ન હોય. રાગ-દ્વેષાદિ જ મુખ્ય વિદ્વલ
*
* *
* *
*
*
*
*
* # #
૨૦૫