________________
(સર્વજ્ઞ: સર્વનઃ શાન્ત , તોડ્યું સાક્ષાત્ વ્યવસ્થિતઃ)
ભગવાન ક્યાં છે ? એમ ન પૂછો, ક્યાં નથી ? એમ પૂછો.
ભગવાનની કરુણા ચારે તરફ હોવા છતાં માછલીની જેમ આપણે તરસ્યા રહીએ એ કેવી કરુણતા ? તત્ત્વદૃષ્ટાઓ તો કહે છે : ભગવાન નિષ્કામ કરુણાસાગર છે. વીતરાગ હોવા છતાં જીવો પ્રત્યે વાત્સલ્યની ધારા વહાવી રહ્યા છે.
દુનિયાના સન્માનથી તમે તમારું મૂલ્યાંકન નહિ કરતા. જાતનું મૂલ્યાંકન ખૂબ જ કઠોર બનીને તમારી તટસ્થ આંખોથી કરજો. બીજાના અભિપ્રાયથી ચાલવા ગયા તો છેતરાઈ જશો.
, આગમ, મુનિ, મંદિર, ધર્માનુષ્ઠાનો વગેરેમાં કાંઈ પણ જોઈને ધર્મ કે ધર્મનાયક ભગવાન પ્રત્યે અહોભાવ જાગે તો ધર્મનું બીજ પડી ગયું, એમ માનજો. આપણને પૂર્વભવમાં આ રીતે બીજાધાન થયું હશે, માટે જ ધર્મ મળ્યો છે.
બીજાધાન થયેલું હોય તો જ ભગવાન પ્રત્યે સમર્પણભાવ જાગે, ભગવાનને નાથ તરીકે સ્વીકારવાનું મન થાય. ભગવાન તેમના જ નાથ બને, સર્વના નહિ, કેસ સોંપ્યા વિના ડૉકટર કે વકીલ પણ કેસ હાથમાં ન લે તો ભગવાન શી રીતે લે ? કામ કર્યા વગર તો શેઠ પણ પગાર ન આપે તો ભગવાન કેમ આપે ?
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : આ તો સોદાબાજી ન થઈ ?
પૂજ્યશ્રી : પાણી એટલી તો શરત રાખે : તમે એને પીઓ. પીધા વિના પાણી શી રીતે તરસ છિપાવે ?
તમારા આ શિષ્યનું યોગ-ક્ષેમ કરો છો ? - પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ૯ સેવા કરે તો યોગ-ક્ષેમ કરું. કારણ કે હું ભગવાન નથી.
પૂજ્યશ્રી ઃ અહીં પણ પ્રભુને સમર્પિત બને તો ભગવાન યોગ-ક્ષેમ કરે.
ભગવાન મોક્ષના પુષ્ટ નિમિત્ત છે, પણ તમે મોક્ષની
*
*
*
*
*
*
*
*
*
*
* * ૪૯