________________
આવડતું છતાં તે વાંચવા પ્રયત્ન કરતો. એ વાંચીને મને સંસારથી વૈરાગ્ય થયેલો.
હરિભદ્રસૂરિજી કહે છે : યુ ફુદ વિ૬૫: પ્રારઃ યતઃ અતિદુર્ભમેય માનુષાવસ્થા ! અહીં વિદ્વાનોએ જરાય પ્રમાદ કરવા જેવો નથી. કારણકે આ મનુષ્ય અવસ્થા અત્યંત દુર્લભ છે.
૦ યોગદષ્ટિ સમુચ્ચયમાં ખાસ લખ્યું : અર્થીને જ આ ગ્રન્થ આપવો. આ લલિતવિસ્તરા માટે પણ પહેલા યોગ્યતા બતાવેલી જ છે.
વેપારી માલ કોને આપે ? જરૂર હોય તેને જ. પરાણે વળગાડવા જાય તો કિંમત ઘટાડવી પડે. ચાલાક વેપારી ગ્રાહકના હૃદયમાં ઈચ્છા ઉત્પન્ન કરે.
પૂજ્ય કલાપ્રભસૂરિજી : આપે આ બધું કરેલું ?
પૂજ્યશ્રી : કરેલું નહિ તો જાણેલું તો ખરું જ. ન જાણીએ તો આ વાણિયાઓને શી રીતે સમજાવી શકાય ? આખરે તો આપણે વાણિયાના ગુરુ ખરાને ?
अतिदुर्लभा इयं मानुषावस्था । અહીંથી ગયા પછી ફરી આ અવતાર મળવો આપણા હાથમાં છે ? તમે ભગવાન પાસે બોધિ માંગો પણ કાંઈ જ આરાધના કરો નહિ તો પેલા માણસ જેવા મૂર્ખ છો. જે થાળીમાં પડેલું જમતો નથી અને પછીના ભોજન માટે માંગણી કરતો રહે છે.
ગૌતમસ્વામી પ્રમાદી હતા માટે ભગવાન તેને વારંવાર કહેતા હતા, એવું તો નથી લાગતુંને ? ભગવાન ગૌતમસ્વામીના માધ્યમથી સમગ્ર વિશ્વને કહેતા હતા.
આ વાચના મારા માટે જ કહેવાઈ રહી છે, એમ માનીને સાંભળશો તો જ કલ્યાણ થશે.
મને તો એકેક ક્ષણની ચિન્તા છે. તમને ન હોય એ બને. તમે નાની ઉંમરના ખરાને ? હજુ ઘણું જીવવાનું છે. ખરુંને ?
प्रधानं परलोकसाधनम् ।
૨૩૦
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*