________________
સંપાદકીય
મૃત્યુ પછી તો ઘણાય મહાન બની જતા હોય છે કે દંતકથારૂપ બની જતા હોય છે, પણ કેટલીક વ્યક્તિઓ તો જીવતે જીવ જ દંતકથારૂપ બની જતી હોય છે, જગ બત્રીસીએ ગવાતી હોય છે.
માનવજાત એટલી અભિમાની છે કે તે કોઈ વિદ્યમાન વ્યક્તિના ગુણો જોઈ શકતી નથી. કદાચ ગુણ જોવાઈ જાય તો કદર કરી શકતી નથી. હા, મૃત્યુ પછી જરૂર કદર કરશે, ગુણાનુવાદ પણ જરૂર કરશે, પણ જીવિત વ્યક્તિની નહિ. માણસના બે કામ છે : જીવિતની નિંદા કરવાની ને મૃતની પ્રશંસા કરવાની. ‘મરVIન્તાનિ વૈરાગ' (વર મૃત્યુ સુધી જ રહે છે.) એટલે જ કહેવાયું હશે !
[ પણ, આમાં અપવાદ છે : અધ્યાત્મયોગી પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ. જેઓ સ્વવિદ્યમાનતામાં જ દંતકથારૂપ બની ગયા છે, લોકો દ્વારા અપૂર્વ પૂજયતા પામેલા છે.
પ્રવચન-પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રી માટે સુરત-નવસારી વગેરે સ્થળોએ કહેલું આજે પણ મનમાં ગુંજ્યા કરે છે :
પૂજ્યશ્રીમાં પાત્રતા-વૈભવ, પુણ્ય વૈભવ અને પ્રજ્ઞા વૈભવ આ ત્રણેયનો ઉત્કૃષ્ટરૂપે સુભગ સમન્વય થયેલો છે, જે ક્યારેક જ કોઈક જ વ્યક્તિમાં જોવા મળતી વિરલ ઘટના છે.
આપણી કમનસીબી છે કે વિદ્યમાન વ્યક્તિની આપણે કદર કરી શકતા નથી. સમકાલીન વ્યક્તિની કદર બહુ જ ઓછી જોવા મળતી હોય છે. ઉત્કૃષ્ટ શુદ્ધિ અને ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી આવા મહાપુરુષ આપણી વચ્ચે બેઠા છે, તે આપણું અહોભાગ્ય છે.”
( પ્રવચન-પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમરત્નસૂરીશ્વરજી મહારાજે થાણા, મુલુન્ડ વગેરે સ્થળોએ કહેલું : “વસ્તૃત્વ, વિદ્વત્તા આદિ શક્તિના કારણે માનવ-મેદની એકઠી થતી હોય, એવી વ્યક્તિઓ ઘણી જોઈ, પણ વિશિષ્ટ પ્રકારની વક્નત્વ શક્તિ વિના એક માત્ર પ્રભુ-ભક્તિના પ્રભાવથી લોકોમાં છવાઈ જનાર આ જ વિભૂતિ જોવા મળી.
જેમના દર્શન માટે લોકો ત્રણ-ત્રણ, ચાર-ચાર કલાક સુધી લાઈનમાં રહે એવું પહેલીવાર જોવા મળ્યું.'
22