________________
જે જે ગુણ જોઈતા હોય તે તે ગુણ જોઈને રાજી થતા જ જાવ. જે ગુણને જોઈને તમે રાજી થયા એ ગુણ તમારો થઈ ગયો.
ક્યાંય પણ તમે ગુણ જુઓ, આખરે એના મૂળ ભગવાનમાં દેખાશે. સર્વ ગુણો પર એક માત્ર ભગવાનની માલિકી છે. એક કંપનીનો માલ તમે કોઈપણ દુકાનમાંથી લો, પણ આખરે એ માલ એ જ કંપનીનો ને ? દુકાનનો માલ તો ઓછો થાય, પણ અહીં ગુણો તો જેમ આપતા જાવ તેમ વધતા જાય.
એટલે જ ઉપા. યશોવિજયજી જેવા ભગવાનને પ્રાર્થે છે :
ભગવન્તમારી પાસે તો અનંત ગુણોનો ખજાનો છે. એકાદ ગુણ મને આપી દો તો વાંધો શું છે ? એમાં વિચારવાનું શું ? સાગરમાંથી એકાદ રત્ન લેતાં શું ખામી આવે ?
સાગરમાં તો હજુએ ઓછા થાય, પણ અહીં તો ઓછા થવાનો કોઈ સવાલ જ નથી.
આમ એટલા માટે કહું છું : તમે એક માત્ર ભગવાનને પકડો.
ભગવાનને કહી દો : દેશો તો તુમહી ભલું, બીજા તો નવિ યાચું રે.”
- ઉપા. યશોવિજયજી. ભગવન્! આપને છોડીને મારે બીજે ક્યાંયથી માંગવું જ નથી. આના સિવાય બીજું શું કરવા જેવું છે ?
આપણે તો એવી પ્રવૃત્તિમાં જીંદગી પૂરી કરીએ છીએ : જેનાથી લોકોથી પ્રશંસા મળ્યા કરે.
હવે હું તમને પૂછું : લોકોથી પ્રશંસા થાય તો સારું કે નિંદા થાય તો સારું ?
તમારી પ્રશંસા થાય તો તમારું યશનામકર્મ ખપે. તમારી નિંદા થાય તો તમારું અપયશ નામકર્મ ખપે. હવે કહો : શુ સારું ?
આપણી જિંદગીની સમગ્ર પ્રવૃત્તિઓનું કેન્દ્ર લોક-રંજન નથીને ? લોકરંજન નહિ, લોકનાથ (ભગવાન)નું રંજન કરો.
૧૯૦
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* :