________________
જ હોય. | મુનિ ભાગ્યેશ વિ. : આપની ચારે બાજુ ભગવાન
પૂજ્યશ્રી ઃ એક અહીં (છાતી પર હાથ રાખીને) ભગવાન નથી. અહીં નથી તો ક્યાંય નથી.
| મુનિ ભાગ્યેશવિજયજી ઃ આપને તો છે જ, અમારામાં નથી. પોતાને માધ્યમ બનાવીને આપણને સૌને પૂજ્યશ્રી કહી રહ્યા છે.
પ્રેમ વિના કદી તન્મયતા ન જ આવે. એકતા રાગની ઉત્કટતા જ છે. પ્રીતિ-ભક્તિ આદિ ચારેય અનુષ્ઠાનોમાં ક્રમશઃ વધતી જતી પ્રીતિ જ છે. પહેલા પ્રભુ નામમાં પ્રીતિ હતી, પછી મૂર્તિમાં, આગમમાં (વચન) પ્રીતિ થતી ગઈ.
સિદ્ધોમાં પણ પ્રીતિ હોય, પ્રીતિની પરાકાષ્ઠા હોય. 'सकलसत्त्वहिताशयं चारित्रं सामायिकादिक्रियाऽभिव्यज्यम्।
સામાયિક આદિ ક્રિયાઓથી અભિવ્યક્ત થતું ચારિત્ર સકલ જીવો પર હિતના આશયવાળું હોય છે.
તીર્થકરમાં આની પરાકાષ્ઠા હોય છે.
સકલ જીવોના હિતાશયની પરાકાષ્ઠાના પ્રભાવથી જ સકલ જીવોનું યોગ-ક્ષેમ કરવાની તાકાત ભગવાનમાં પ્રગટ
- તમારા ચેલા વધે તો તમને આનંદ થાય ને ? તમે માનો કે અમારો પરિવાર વધ્યો. સમગ્ર જીવો ભગવાનનો જ પરિવાર છે. એને જોઈને ભગવાનને આનંદ ન થાય ?
જ ભગવાનની પ્રભુતાનું આલંબન લેવાથી “અવિચલ સુખવાસ' મળે. એ “અવિચલ વાસ' આપણા આત્મામાં જ
આજ્ઞા પાળે તે ભક્ત. આજ્ઞા ઉચ્છેદે તે અભક્ત. ભગવાનને પોતાની આજ્ઞા પળાવવાનો કે પૂજા કરાવવાનો શોખ નથી. પણ એમની આજ્ઞા સર્વના હિત માટે છે.
આત્મ સ્વરૂપમાં સ્થિર બનવું તે સંવર. આત્મ સ્વરૂપથી શ્રુત બનવું તે આશ્રવ.
૧૧૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪