________________
શીખ્યા છીએ. આવું ત્યારે જ બોલી શકાય, જ્યારે દેવ-ગુરુ સામે રહેલા હોય તેમ દેખાય.
છે. આપણે ત્યાં ડગલે ને પગલે બોલાતો દેવ-ગુરુ પસાય' કે દરેક પચ્ચકખાણ પારવું વગેરે દરેક પ્રસંગે ગણાતો નવકાર તે ભગવાનની જ મુખ્યતાને જણાવે છે.
આપણું કામ ગુપ્તિ (ખાસ કરીને મનોગુપ્તિ) દ્વારા સાધના કરવાની છે.
મનોગુપ્તિનો અભ્યાસ કરવા એકઠા થયા છીએ. તે પહેલા પાંચ સમિતિ આત્મસાતુ બની ગઈ છે, એમ સમજીને ચાલીએ છીએ.
૪ આચારાંગ વગેરે દરેક આગમ ભગવાન સ્વરૂપ છે. એકેક અક્ષર કે પંક્તિ ભગવાન સ્વરૂપ છે.
મને કોઈ પૂછે : શાનું ધ્યાન ધરો છો ? હું કહું : ભગવાનનું ધ્યાન ધરું છું.
જ્યાં ભગવાન ન હોય તેવા કોઈ ધ્યાન-વ્યાનની મારે જરૂર નથી.
આપણું કોઈપણ કાર્ય ભગવાનની કૃપાથી જ સિદ્ધ થશે, એટલું સદા માટે તમે નોંધી રાખશો.
• મનોગુપ્તિના ત્રણ સ્ટેપ છે.
પ્રવચનની માતા શા માટે કહેવાઈ ? અધ્યાત્મ જગતમાં માતા જેવું કામ કરી શકે છે.
અષ્ટપ્રવચન માતાના ખોળે રહેલા મુનિની બરાબરી ઈન્દ્ર પણ કરી શકે નહિ. નાનું બાળક મા વિના ન જીવે તેમ મુનિ અષ્ટપ્રવચન વિના જીવી શકે નહિ.
સાત માતા (મનોમિ સિવાયની)નો અભ્યાસ હશે તે મનોગુપ્તિનો અભ્યાસ સરળતાથી થઈ શકશે.
મનની ૪ અવસ્થા : વિક્ષિપ્ત, યાતાયાત, સુશિષ્ટ અને સુલીન.
બહારના બધા જ પરિબળો મન માટે શરાબ છે, જેથી મન ઉત્તેજિત થતું રહે છે.
જૈન લોકો T.V. વગેરે રાખે, તેની હું કલ્પના પણ કરી ૨૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ
* * * * *