________________
વચનો આપણને કાંઈ જ ન કરી શકે. આપણા હૃદયનું અંધારું અભેદ્ય જ રહે. આપણે દરેક ભવમાં આવું જ કર્યું છે. આ ભવમાં પણ હજુ કદાચ ચાલુ જ છે. હું પણ સાથે છું.
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : આપ આવું કહો તે શોભે નહિ. અમે નિરાશ થઈ જઈએ.
પૂજ્યશ્રી : આ એક પદ્ધતિ છે. મને અભિમાન ન આવે, તે મારે નહિ જોવાનું ?
જામનગરમાં વ્યાખ્યાન શરૂ કર્યા પછી શંખેશ્વરમાં પૂ.પં. ભદ્રંકર વિ.મ. વગેરે સાથે રહેવાનું - પ્રવચન આપવાનું થયું. વ્યાખ્યાન પછી પૂ.પં. ભદ્રંકર વિ.મ.ને પૂછ્યું : પ્રવચનમાં કાંઈ સુધારવા જેવું ? પૂ.પં. ભદ્રંકર વિ.મહારાજે કહ્યું : વ્યાખ્યાનમાં “તમે” “તમે'ની જગ્યાએ “આપણે” શબ્દનો પ્રયોગ કરવો. તથા પોતાના તરફથી, પોતાની બુદ્ધિથી કશું બોલવું નહિ.
તથા બેડા-લુણાવા વગેરે સ્થળોએ તેઓ પ્રવચનમાં કાંઈ ખામી હોય તો કહેતા. વ્યવહારની ખામી હોય તો નિશ્ચયની, નિશ્ચયની ખામી હોય તો વ્યવહારની વાત કરતા.
મેં જે પણ પુસ્તકાદિ લખેલા છે, તે બધામાં તમે શાસ્ત્રપાઠો જોઈ શકશો. હવે તો એવો આત્મ-વિશ્વાસ થઈ ગયો છે કે જે પણ હું બોલું તે શાસ્ત્ર-સાપેક્ષ જ હોય, કદાચ અત્યારે શાસ્ત્ર-પાઠ ન મળે તો પછી પણ મળી જ આવે.
મેં ઘણીવાર પૂ. પંન્યાસજી મ. તરફથી ઠપકો પણ સાંભળ્યો છે. તેમણે એકવાર કહેલું : તમને ધ્યાન-વિચાર પર લખવાનું સૂઝે છે, પણ “પરસ્પરોપગ્રહો ગીવાનામ્ ' પર કેમ લખવાનું મન થતું નથી ? લાગે છે : પ્રથમ વિશ્વયુદ્ધ પછી તમારો જન્મ થયો છે. આજના કાળના જીવો આવા જ છે : પરોપકારની વાત તેમને ગમતી નથી.
જેવું બોલું છું તેવું મારું જીવન ચોવીસેય કલાક નથી હોતું. એવું જીવન જીવાઈ જાય તો કામ થઈ જાય. હું તો માનું છું કે : તમારા સૌના પુણ્યનો આ પ્રભાવ છે કે હું બોલી શકું છું. બાકી મને બોલતાં જ ક્યાં આવડે છે ?
*
*
*
*
*
*
*
*
*
*
* ૮૩