________________
પૂજ્ય યશોવિજયસૂરિજી :
અનુમોદનાનો સ્વર્ણિમ અવસર આપવા બદલ મુનિશ્રી તથા ધર્મચક્ર તપસ્વીઓના આપણે ઋણી છીએ.
અનુમોદના ૫૨ પ્રાર્થનાનો ઢોળ ચડાવી પ્રભુને ધરીએ. લાંબી તપસ્યાની તાકાત પ્રભુ ! તમે તેમને આપી તો અમને કેમ નહિ ? એમ પ્રભુ પાસેથી માંગો. માંગશો તો મળશે જ. પ્રાર્થનાની શક્તિ સર્વત્ર સ્વીકારાઈ છે.
આ સદી પ્રાર્થનાની સદી છે. નિઃશંકપણે હું કહું છું કે આ સદી યોગ અને પ્રાર્થનાની છે.
પ્રાર્થના વિષયક કેટલા સુંદર પુસ્તકો બહાર પડી રહ્યા
છે?
રેટ ફિલીપના પ્રાર્થના વિષેના એક પુસ્તકની ૫૦ લાખ નકલ વહેંચાઈ ગઈ છે.
પ્રાર્થના વિષેના એ પુસ્તક વિષે લેખક લખે છે :
‘આ પુસ્તક મૈં નહિ, ૫૨મ ચેતનાએ મારી પાસેથી લખાવડાવ્યું છે. ઈસાઈલના પ્રવાસમાં રાત્રે પ્રકાશ પણ ન મળે, એવું સ્થાન હતું, પણ ભવ્યતા એટલી કે પ્રભુ-ચેતના અવતરે, પણ લખવું કેમ ? દૂર-દૂર પબ્લીક ટોયલેટની લાઈટમાં લખ્યું.' આવો વૈશ્વિક પ્રાર્થનાનો લય વિશ્વમાં ઘૂમરાઈ રહ્યો છે. પ્રાર્થનાના જ ઉદ્ગાતા પૂજ્યશ્રી આપણી સમક્ષ છે, એ આપણું સદ્ભાગ્ય છે.
આ ચાતુર્માસ અમારી નવી પેઢી માટે તથા સૌ માટે અવિસ્મરણીય બની રહેશે. કારણકે અહીં એક જ મંચ પર સૌ બિરાજમાન થતા રહ્યા હતા.
પૂજ્ય જગવલ્લભસૂરિજી :
‘કરણ, કરાવણ ને અનુમોદન, સરખા ફળ નીપજાયા.'
પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજ્યશ્રીના શિષ્યે ભયંકર ગરમીમાં માસક્ષમણની તપશ્ચર્યા કરી. તે સાથે આજે ધર્મચક્રના તપસ્વીઓને છેલ્લો અક્રમ પણ છે.
સાધના સૌ કોઈ કરી શકતા નથી. પૂજ્યશ્રી જેવી ભક્તિ
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
૧૫૫