________________
તો જીવનમાં આવવી ઘણી મુશ્કેલ છે, પણ એમની અનુમોદના દ્વારા ભક્તિનો આદર મેળવીએ. અનુમોદનાથી જ એ ગુણ આવશે. प्रार्थनातः इष्टफलसिद्धिः
- હરિભદ્રસૂરિ. જેની પ્રાર્થના કરીએ તે મળે જ. પૂજ્યશ્રી દેવા માટે જ બેઠા છે.
મારા જેવા રાંકને લેતા આવડતું નથી. પૂજ્યશ્રી પાસે ભક્તિયોગનો અખૂટ મજાનો ખજાનો છે, પણ હું મેળવી શકતો નથી. આવી શકતો નથી.
જ આવી ગરમીમાં મને તો છેલ્લા ચાર દિવસથી સાંજે પાણી-પાણી થાય છે. ક્યાંક દેડકો ન થાઉં – એવું લાગે છે. આવી ભયંકર ગરમીમાં અને પાણીની તરસ લાગે છે, એટલે પૂજયશ્રીની વાણી સાંભળવાની ઈચ્છા પૂર્ણ કરી શકતો નથી.
મારું માથું શરમથી નમી જાય છે : આવા માસક્ષમણના તથા ધર્મચક્રના તપસ્વીઓને જોઈને !
સૌની હાર્દિક અનુમોદના કર્યા સિવાય શું કરી શકું ?
પૂજ્ય આચાર્યશ્રી પાસે કરણ, કરાવણ અને અનુમોદનાનો ઢગલો છે. પૂ. યશોવિજયસૂરિજી પણ એટલા જ સાધના સંપન્ન
છે.
પૂ. અરવિંદસૂરિજીને પણ મોટી ઓળી ચાલે છે, જેનું પારણું આ.વ.૧ના છે. સૌ ત્યાં અવશ્ય પધારશે, એવી અપેક્ષા
નડીયાદ, નિપાણી વગેરે સ્થળે નીકળેલા વરઘોડામાં ધર્મચક્રવર્તી ભગવાનનું સ્વાગત મુસ્લીમોએ પણ કરેલું છે. વરઘોડાનો આ મહિમા છે. આપણે વરઘોડો જોવાનો ન હોય, વરઘોડામાં આવવાનું હોય.
સુરતમાં સિન્ધી સમાજે વરઘોડા વખતે માર્કેટ બંધ રાખેલું. આવા વિશિષ્ટ ભાવો સ્વ-હૃદયમાં પણ પ્રગટાવવાના છે. આ વરઘોડામાં સૌએ પૂજ્યશ્રીના સ્વજન-પરિજન બનીને જોડાવાનું છે.
૧૫૬
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪