________________
કર્મગ્રન્થો કર્મપ્રકૃતિ દ્વારા કર્મક્ષય બતાવે. આધ્યાત્મિક ગ્રન્થો ગુણશ્રેણિ (ગુણ પ્રાપ્તિ) બતાવે. વાત બન્ને એક જ છે. કર્મક્ષય વિના ગુણપ્રાપ્તિ ક્યાંથી ?
બિંદુ ધ્યાનમાં થોડા-થોડા કર્મ ટીપે-ટીપે ઝરે. પરમ-બિંદુ ધ્યાનમાં મોટા પાયે કર્મો ઝરે.
સમ્યકત્વથી માંડીને બારમા ગુણઠાણા સુધી જે ગુણશ્રેણિ પ્રાપ્ત થાય છે તે પરમબિન્દુ ધ્યાન છે. ત્યાર પછી તો કેવળજ્ઞાન થઈ જાય છે. આ પ્લાન છદ્મસ્થ માટેનું છે.
ગુણશ્રેણિ એટલે ? ઘણા લાંબાકાળમાં જે કર્મદલિકોનું વેદન કરવાનું હોય તેને અલ્પકાળમાં વેદી નાખવું તે ગુણશ્રેણિ છે. એટલે કે ઉપરની સ્થિતિના કર્મ-દલિકોને નીચેના સ્થાનમાં નાખવા તે ગુણશ્રેણિ.
જ દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધા તે તો વ્યવહાર સમકિત છે. નિશ્ચયથી તો ધ્યાન-દશામાં તે પ્રગટે છે. વ્યવહારથી સમકિત ગુરુ મહારાજ દ્વારા લોનરૂપે આપવામાં આવ્યું છે. તે એવા ભરોસાથી કે ભવિષ્યમાં તે પોતાનું સમકિત મેળવી લેશે. પણ આપણે તો ‘લોનને પણ ચાવી જનારા પાક્યા !
ભગવાનની વાસ્તવિક સેવા ગુણોથી થાય. પ્રાથમિક ગુણો છે : અભય, અદ્વેષ અને અખેદ. એ આવ્યા પછી જ વાસ્તવિક પ્રભુ સેવા થઈ શકે.
પ્રભુને, ગુરુને દૂર રાખીને ગુણો નહિ મેળવી શકાય. માત્ર જ્ઞાનથી અભિમાન-આવેશ વધશે. વધતા અભિમાન અને આવેશ દોષોની વૃદ્ધિને સૂચવે છે.
• પ્રભુ મળતાં જ સ્થિરતા મળે છે.
પ્રભુ જતાં જ અસ્થિરતા આવે છે. પ્રભુ ! આપનો માત્ર મારા ચિત્તમાં પ્રવેશ જ નહિ, પ્રતિષ્ઠા પણ થવી જોઈએ.
પૂ. ધુરંધરવિજયજી મ. = ભગવાન રહે તો વાંધો શો
હતો?
પૂજ્યશ્રી ઃ ભગવાનને વાંધો ન્હોતો. આપણને વાંધો હતો. આપણે આડા-અવળા કામો કરવા હતા માટે ભગવાનને જવા દીધા.
4
x
4
*
*
*
* * *
*
* * * ૧૩૦