________________
ભગવાનને રાખશો તો મોક્ષ મળશે. ભગવાનને છોડશો તો નિગોદ મળશે. કારણ કે વચ્ચે ક્યાંય વધુ સમય રહી શકાય તેમ નથી.
અધ્યાત્મસારમાં પ્રથમ ગુણશ્રેણિમાં સાત પ્રકારની અવાન્તર ગુણશ્રેણિઓ (આધ્યાત્મિક ક્રિયારૂપે) નો નીચે પ્રમાણે ઉલ્લેખ ક્રમશઃ કરેલો છે.
(૧) ધર્મ-સંબંધી જિજ્ઞાસા : ધર્મ શું છે ? એવી બુદ્ધિ. જાણવાની માત્ર ઈચ્છા (આ ઈચ્છા સ્વ-કલ્યાણ માટે હોવી જોઈએ, બીજાને બતાડવા નહિ, એટલો ખુલાસો કરી દઉં.)
(૨) તેનું સ્વરૂપ પૂછવાનું મન થાય. (૩) પૂછવા માટે સદ્ગુરુ પાસે જવાની ઈચ્છા થાય. (૪) ઔચિત્ય વિનય અને વિધિપૂર્વક ધર્મસ્વરૂપ પૂછવું.
(૫) ધર્મનો મહિમા જાણ્યા પછી સમકિત મેળવવાની ઈચ્છા.
(૬) સમકિતના પ્રગટીકરણની અપૂર્વ ક્ષણ. (૭) સમકિત પામ્યા પછી તેનો ઉત્તરોત્તર વિકાસ. દ્વિતીય ગુણશ્રેણિમાં અવાજોર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે. (૧) દેશવિરતિ - ધર્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા. (૨) દેશવિરતિ – ધર્મની પ્રાપ્તિ. (૩) દેશવિરતિ – પ્રાપ્તિ પછીની અવસ્થા.
એ જ રીતે તૃતીય ગુણશ્રેણિમાં પણ અવાન્તર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે.
(૧) સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા, (૨) તેની પ્રાપ્તિ અને (૩) તદ્ અવસ્થા. ચતુર્થ ગુણશ્રેણિમાં અવાજોર અવસ્થાઓ.
(૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભની વિસંયોજના (ક્ષય) કરવાની ઈચ્છા.
(૨) તેનો ક્ષય અને (૩) ક્ષય પછીની અવસ્થા. પાંચમી ગુણશ્રેણિમાં અવાન્તર – અવાન્તર અવસ્થાઓ.
૧૩૮
*
*
*
*
*
*
*
*
*
*
*
*