________________
અનામી-અરૂપી ભગવાનનો અનુભવ ન થાય ત્યાં સુધી આપણા માટે ભગવાનનું નામ અને ભગવાનનું રૂપ જ આધાર છે. નામ અને રૂપમાં મંત્ર અને મૂર્તિરૂપે સાક્ષાતુ ભગવાન રહેલા છે, એમ ભક્તને લાગ્યા કરે છે.
ભગવાનના જુદા-જુદા નામો જુદી-જુદી શક્તિઓનો પરિચય આપે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, GOD, અલ્લાહ વગેરે કોઈ પણ નામથી ભગવાનને પોકારો. ભગવાન સાથે જોડાણ થશે. કોઈપણ નંબર લગાડો. ટેલિફોન લાગશે. કારણકે ભગવાનના ઘણા ટેલિફોન નંબર છે.
ભગવાનના નામનો જાપ ભાષ્ય-ઉપાંશુ પદ્ધતિથી કરીને પછી માનસ જાપ કરવાનો છે.
પછી ભગવાન સાથે અભેદ પ્રણિધાન થાય ત્યારે નામનો જાપ અટકી જાય છે. ત્યારે જ સાક્ષાત્ ભગવાન મળે છે.
ધ્યાન ટાણે પ્રભુ તું હુએ રે, અલખ અગોચર રૂપ; પરાપશ્યન્તી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ.'
આપણે ધ્યાની બનીએ ત્યારે ભગવાન ધ્યેય બનીને આપણા ધ્યાનમાં આવે છે. અગોચર પ્રભુ યોગીને ગોચર બને છે. અલખ ભગવાનને યોગી લક્ષ્યરૂપે પામે છે.
'यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । શુદ્ધાનુભવ - સંવેદ્ય, તત્ રૂપં પરમાત્મનઃ '
“જ્યાં બધી વાણી અટકી જાય. જ્યાં મનની ગતિ થંભી જાય. શુદ્ધ અનુભવથી સંવેદ્ય પ્રભુનું રૂપ છે.' - એમ શાસ્ત્રકારોએ કહ્યું છે.
વાણીને રોકવા સ્વાધ્યાય છે. મનને રોકવા ધ્યાન છે, સમાધિ છે.
મનની સરહદ પૂરી થાય, પછી જ સમાધિનો સીમાડો શરૂ થાય છે.
આવા ભગવાનને મેળવવા આજના પવિત્ર દિવસે સંકલ્પ કરજો.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
*
*
*
*
*
*
*
*
*
* *
* ૨૪૫