________________
એટલું જ નહિ; ઘણાને આ રીતે નહિ વર્તવા પ્રતિજ્ઞા પણ લેવરાવી હતી. પંચાચારમય સાધુ-સામાચારીને સાચવીને જ અન્ય પ્રવૃત્તિને મહત્ત્વ આપવા પ્રત્યે પૂજ્યશ્રી વારંવાર પ્રેરિત કરતા હતા. જિન-ભક્તિ એ તો જાણે પૂજ્યશ્રીનો જીવન-પર્યાય બની ગયો હોય તેમ લાગે છે. તે પરમાત્મ-તત્ત્વ જડની જેમ નર્યું નિષ્ક્રિય તત્ત્વ નથી. એ વીતરાગ તો છે જ, પણ એની સાથે નિષ્કરુણાળુ છે એમ નહિ કરૂણાવંત અને કૃપાવંત પણ એટલા જ છે અને એથી સરિયામ સક્રિય છે – આ વાતને પૌનઃપુજેન ઘૂંટતા આપણા જીવનની ઘટતી પ્રત્યેક ઘટમાળમાં પરમાત્માની સક્રિયતા રહેલી છે. જેમ દીકરાની પ્રત્યેક મુવમેન્ટમાં માની હસ્તક્ષેપતા છે એમ આપણા જીવનમાં પરમાત્માનું અસ્તિત્વ છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ રૂપે પરમાત્મા સદા હાજરાહજુર છે. ‘નામ ગ્રહંતા આવી મિલે, મન-ભીતર ભગવાન.' આ પૂજ્યશ્રીનું મનમાનીતું ખાસ સ્લોગન ગણાય. નામ રૂપે પરમાત્મા આજે પણ હયાત છે. પરમાત્માનું નામ સ્વયં એક મંત્રતુલ્ય છે. તમારી કોઈપણ સમસ્યા પરમાત્માના નામથી નિર્મુળ થઈ શકે છે. પૂજ્યશ્રીની વાચનામાં પ્રતિદિન આ વાત તો આવે આવે ને આવે જ. એટલે જે વસ્તુ અમને અમારા પૂજ્ય તારક ગુરુદેવશ્રીના જીવનમાં સતત અનુભવાતી એ વાત અહીં પણ મળતી હોવાથી સુપેરે આકર્ષણ થતું. આ સિવાય પણ પૂજ્યશ્રીની વાચનાના અનેક કેન્દ્રીભૂત તત્ત્વો હતા : વાચનાના આરંભ બિંદુમાં સ્વયં પરમાત્મા, ગણધર ભગવંતો અને એમની પરંપરાને આજ સુધી લાવી મૂકનાર આચાર્યદેવાદિ પૂજય તત્ત્વોનું સ્મરણ પ્રાતિદૈનિક પાસું રહેતું ! એથી પોતાની વાતનું અનુસંધાન સ્વયં પરમાત્મા છે એ વાત