________________
'ય
વાચનાનું કે, ખાસ બેઠકનું હોય બાર નવકારની ઉદ્ઘોષણા પૂજ્યશ્રી જરૂર કરતા અને ત્યારે ઉપસ્થિત સહુ મૈત્રીભાવના મંડપ નીચે બાર નવકાર ગણવા લાગી જતા. મૈત્રીભાવથી વાસિત હૃદયે ગણાતા આ શ્રી નવકાર મહામંત્રના પ્રભાવે જ આખુ ચોમાસું એકતા અને એકસંપિતાભર્યું પસાર થયું, એવું સપ્રમાણ અનુમાન કરી શકાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર પ્રત્યે પૂજ્યશ્રીનો વિશેષ લગાવ બન્યો રહે છે, એનું ઉદાહરણ એ છે કે પૂજ્યશ્રીના વાસક્ષેપ માટે કતારબંધ લાઈન અને જનતાનો જથ્થો ઉભરાતો હોય છે પણ પૂજયશ્રીએ જનરલ નિયમ બનાવી રાખ્યો છે કે, રોજની પાંચ બાંધી નવકારવાળી ગણે એને જ વાસક્ષેપ નાખવો, આથી શ્રી નવકારને જપનારો બહુ-મોટો બહોળો વર્ગ ઉભો થવા પામ્યો છે. વિશ્વશાંતિ માટે આ કેટલું મોટું પરિબળ ગણી શકાય ! અને શ્રી નમસ્કાર મહામંત્ર વિશે વાચનામાં પણ અવાર-નવાર આલંબન અને પ્રેરણાત્મક ઉપદેશ ફરમાવતા નિહાળ્યા છે. સામાચારી વિષે પણ પૂજ્યશ્રીને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ત્યારે એનો પક્ષપાત કર્યા વિના રહેતા નહીં.
) સામાચારી સ્વરૂપ વ્યવહાર ધર્મ ઉપર
જે
ના પ નિશ્ચય ધર્મ ટકી શકે છે. આ વાત વારંવાર દહોરાવતા, એટલું જ નહીં, પ્લાસ્ટિકના ઘડા કે પ્લાસ્ટિકના પાતરા વગેરે દ્વારા સામાચારીમાં ઘૂસેલી વિકૃતિ પ્રતિ ક્યારેક ભારે કટાક્ષ મારતા પણ સાંભળ્યા
મને બરાબર ખ્યાલ છે કે એક વખત તો બે હાથમાં બે ઘડા લઈ પાણી લાવવાની વિકૃત પ્રથાને આક્રમક રીતે વખોડી કાઢી હતી.