________________
નથી. મળવાની પ્રીતિ જ નથી.
વારંવાર ભગવાનને પ્રેમ કરવાનું કહું છું. એનું કારણ આ જ છે : ભગવાનને ચાહ્યા સિવાય માર્ગ ખુલતો નથી.
ભગવાન સાથે પ્રેમ થતાં જ જગતના સર્વ જીવો સાથે પ્રેમ થશે. કારણ કે જગતના જીવો ભગવાનનો જ પરિવાર છે.
ભગવાનની ભગવત્તા જાણવાથી આપણને લાભ શો ? શેઠની સમૃદ્ધિના વર્ણનથી કાંઈ વર્ણન કરનારને સમૃદ્ધિ ન મળે, પરંતુ ભગવાન કાંઈ એવા કંજુસ નથી. ભગવાન તો બીજાને આપવા તૈયાર જ છે.
આ લલિતવિસ્તરામાં ભગવાનની સ્તુતિની સાથે-સાથે અજૈન મતોનું નિરાકરણ પણ હરિભદ્રસૂરિજી દ્વારા થયું છે.
જૈનો પર થતા આક્ષેપો સાંભળીને શ્રદ્ધાળુ બેસી ન રહે, પ્રતિવાદ કરે. આજે કોઈ કહે : “જૈન દર્શનમાં ધ્યાન-યોગ નથી.” તો આપણે સાંભળીને બેસી રહીએ ને એથીએ આગળ વધીને આપણાંના કેટલાક ટોળે વળીને એમની શિબિરોમાં પણ જાય. પણ હરિભદ્રસૂરિજી આવા શિથિલ શ્રદ્ધાવાળા નહોતા. એમણે એકેક આક્ષેપકારીની બરાબર ખબર લઈ નાખી છે. જૈનદર્શન પ્રત્યેની એમની શ્રદ્ધા ખૂબ જ અગાધ હતી.
ચક્રવર્તીનું ચક્ર આ લોકમાં જ ઉપકારી છે. ધર્મ ચક્રવર્તીનું ધર્મચક્ર આલોક-પરલોકમાં પણ ઉપકારી છે. ચક્રવર્તીનું ચક્ર શત્રુને કાપે. ધર્મ ચક્રવર્તીનું ચક્ર ચાર ગતિને કાપે છે. અથવા ચાર પ્રકારના દાનાદિ ધર્મથી સંસારને કાપે છે, અતિ ભયંકર મિથ્યાત્વ આદિ ભાવ શત્રુઓને કાપે છે.
દાન વગેરેના અભ્યાસથી આસક્તિ આદિનો નાશ થાય છે. દાનથી ધનની, શીલથી સ્ત્રીની, તપથી શરીરની અને ભાવથી વિચારોની આસક્તિ તુટે છે, તે સ્વાનુભવસિદ્ધ છે.
૨
૨
*
*
*
*
*
*
*
*
*
*
–
*
ગો
ક