________________
ડોસીને ડોસી, આંધળાને આંધળો, કાણાને કાણો, ચોરને ચોર, સાચું હોવા છતાં ન કહેવાય.
न सत्यमपि भाषेत परपीडाकरं वचः । કૌશિક નામના બાવાજીને પ્રતિજ્ઞા હતી : સાચું જ બોલવું.
જંગલમાં તે જઈ રહ્યો હતો. ત્યારે તેણે દોડતા ચોરોને ઝાડીમાં છુપાઈ જતા જોયા. પાછળ આવતા માણસોએ પૂછતાં તેણે કહી દીધું : ચોર પેલી ઝાડીમાં છુપાયા છે.
પેલાઓએ ચોરો મારી નાખતાં કૌશિકને પાપ લાગ્યું.
કૌશિકે સત્ય જોયું ખરું, પણ ભાવિ અપાયને દૂર ન કર્યો. ભગવાન કદી આવું ન કરે.
આ ધર્મ સર્વ પ્રાણીઓને સુખકારી, કલ્યાણકારી અને મંગલકારી છે. કોઈ જીવને ત્રાસ થાય એવી વાણી સાધક શી રીતે કાઢી શકે ? ભગવાન સ્વયં આચરીને આપણને સૌને આવું સમજાવી રહ્યા છે.
જિનાગમ અને બીજા શાસ્ત્રોમાં આ મોટો ફરક છે. યથાર્થ દર્શન અને ભાવિમાં હિતકર પ્રરૂપણા માત્ર જિનાગમમાં જ જોવા મળશે.
પ્રશ્ન : હિત અને યોગ-ક્ષેમમાં શું ફરક ?
ઉત્તર : હિત અને યોગ-ક્ષેમમાં ફરક છે. યોગ-ક્ષેમ બીજાધાનવાળાનું જ થાય. હિત સર્વનું થાય. ભગવાન સર્વને હિતકર છે.
તત્ત્વદષ્ટિ - વ્યવહારદષ્ટિ તત્વદષ્ટિ જ્ઞાનસ્વરૂપ છે, જેમાં વસ્તુનું સ્વરૂપ પ્રકાશે છે. વ્યવહારદષ્ટિ ક્રિયા સ્વરૂપ છે. તે ક્રિયાઓ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું આચરણ. માટે તત્ત્વનું લક્ષ્ય કરવું અને શક્યનો પ્રારંભ કરવો.
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* *
*
* * *
*
* * * *
૦૦