________________
જગતના સર્વ જીવો સાથે ક૨વાનું છે.
ભગવાન સર્વ જીવોને સમાનરૂપે ગણે છે. ભગવાનને ત્યાં કોઈ મારા-તારાનો ભેદ નથી. सर्वजन्तुसमस्याऽस्य न परात्मविभागिता ।
યોગસાર. આપણે એમના માર્ગે ચાલનારા છીએ. આપણાથી મારાતારાનો ભેદ શી રીતે થઈ શકે ?
ભગવાન તો સૂર્યની જેમ કોઈપણ ભેદ વિના સર્વત્ર કૃપા-પ્રકાશ રેલાવી રહ્યા છે. સૂર્ય તો હજુ અસ્ત થઈ શકે. રાહુથી ગ્રસ્ત કે વાદળથી ઢંકાઈ શકે છે. ભગવાન તો સદા ઉદય પામી રહ્યા છે, સદા પ્રકાશ રેલાવી રહ્યા છે. કરુણાના પ્રકાશને પકડવા માત્ર આપણે સન્મુખ થવાની જરૂર છે.
આ આર્હતી કરુણા અમુક જ કાળે નહિ, સર્વ કાળે અને સર્વ ક્ષેત્રે વરસી રહી છે. એ જો ન વરસતી હોય તો વિશ્વમાં અંધાધૂંધી ફેલાઈ જાય. સમગ્ર વિશ્વનો મૂલાધાર ભગવાનની
આ કરુણા જ છે. અરિહંત વ્યક્તિ રૂપે બદલાતા રહે છે, પણ આર્હત્ત્વ શાશ્વત છે. માટે જ આર્હતી કરુણા પણ શાશ્વત છે. માટે જ સિદ્ધર્ષિએ ઉપમિતિમાં સંસારને નગર બનાવી સુસ્થિત (ભગવાન)ને મહારાજા તરીકે બતાવ્યા છે. આ સંસાર નગરના મહારાજા ભગવાન છે, એ સમજાય છે ? એ સમજવા જ આપણે આ ગ્રન્થનો અભ્યાસ કરી રહ્યા છીએ.
-
( ૬ ) ચવસ્તુત્યાળ ।
ચક્ષુથી અહીં દ્રવ્ય આંખ નહિ, પણ વિશિષ્ટ આત્મ ધર્મરૂપ તત્ત્વના અવબોધ (જ્ઞાન)નું કારણ શ્રદ્ધારૂપ આંખ લેવાની છે. શ્રદ્ધા વગરનો માણસ આધ્યાત્મિક જગતમાં આંધળો જ છે. આંધળાને ભૌતિક પદાર્થ ન દેખાય. શ્રદ્ધાહીનને ૫૨મ ચેતના ન દેખાય, તત્ત્વનું દર્શન ન થાય.
શ્રદ્ધાની આવી આંખ અભય મળ્યા પછી જ મળે. અભય એટલે સ્વસ્થતા. ચિત્ત સ્વસ્થ અને પ્રશાન્ત બને પછી જ શ્રદ્ધાની આંખ મળે. જેના ચિત્તમાં અભયનું અવતરણ નથી થયું તે શ્રદ્ધાની આંખ માટે આશા ન રાખી શકે. અહીં પક્ષપાત * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
૧૯૨