________________
મારવાનો છે.
મોહના કારણે જ સંસાર વધ્યો છે.
મોહના કારણે વિકલ્પો થાય છે. મોહ મરતાં જ વિકલ્પો રવાના થવા લાગે છે.
વિકલ્પો જતા રહે, પછી પણ ઉપયોગ તો રહેશે જ. વિકલ્પો અને ઉપયોગ એક નથી, એટલું યાદ રાખશો.
અધ્યવસાય અને ઉપયોગ એક જ છે, એ પણ યાદ રાખશો.
(૪) પરમ શૂન્ય ધ્યાન :
ચિત્તને ત્રિભુવનવ્યાપી બનાવીને ત્યાર પછી એક સૂક્ષ્મ પરમાણુ પર સંકુચિત બનાવીને ત્યાંથી પણ હટાવીને આત્મામાં સ્થિર કરવાનું છે.
વાસ્તવિક આ ધ્યાન ૧૨મા ગુણઠાણે આવે છે; જ્યાં મોહનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. પણ એ સામર્થ્ય એક જ ક્ષણમાં પેદા નથી થયું. એનાથી પહેલા કેટલાય પુરુષાર્થ, કેટલાય જન્મોથી થયેલો છે.
છે બિલાડીને કૂદકો મારવો હોય તો પહેલા સંકોચ કરવો પડે. તેમ મનને સૂક્ષ્મ બનાવવું હોય તો પહેલા વિસ્તૃત બનાવવું પડે.
દ્રવ્ય ભાવથી સંકોચ કરવો તે નમસ્કાર છે. વચનકાયાનો સંકોચ સહેલો છે, મનનો સંકોચ કરવો અઘરો છે.
પૂ.પં. ભદ્રંકર વિ. મહારાજે પોતાની નિર્મળ પ્રજ્ઞાથી અને સાધનાથી આ બધા પદાર્થો ખૂબ જ સુંદર રીતે ખોલ્યા છે.
પૂજ્ય પં.મ.ના ભાવ-સંકોચના ૨-૩ દાખલો આપું. દ્રવ્યથી વૃદ્ધિ, ગુણથી એકતા, પર્યાયથી તુલ્યતા.
વિ.સં. ૨૦૨૬ નવસારીમાં આ વાત ન સમજાતાં પૂજ્યશ્રીને પત્ર દ્વારા પૂછાવ્યું.
દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ પાકું કર્યા પછી આ સમજાશે.
गुणपर्यायवद् द्रव्यम् ।
सहभाविनो गुणाः । ૧૦૮ * * * * * * # # # # # * * કહે, કલાપૂર્ણસૂરિ
# # ૨