________________
આ આત્માનો જન્મ અક્ષયરાજ્ય (મોક્ષ-પદ)ની સાધના માટે જ થયો હતો. આ વાતની ખબર ફઈબાને શી રીતે પડી હશે ?
અક્ષયરાજ, ખરેખર નાનપણથી જ અદ્દભુત હતો. એનું આંતર વ્યક્તિત્વ તો ઓજસ્વી હતું, પણ બાહ્ય વ્યક્તિત્વ પણ એટલું જ હૃદયગ્રાહી હતું. ગુલાબની કળી જેવું હસતું – ખીલતું મુખ-કમળ, શાન્ત-પ્રશાન્ત અને મધ-ઝરતી વાણી... પાસે આવતાં જ એનું વ્યક્તિત્વ લોકોને આકર્ષી લેતું હતું.
૪-૫ વર્ષની ઊંમર થતાં અક્ષય ગામમાં ચાલતી ગામઠી નિશાળ (જેને મારવાડમાં “ગુરોશાની શાળ' કહેવામાં આવે છે.) માં ભણવા બેઠો. આંક, બારાખડી, ગણિત, લેખન આદિના અભ્યાસમાં આગળ વધવા લાગ્યો. બુદ્ધિની પટુતા અને શાન્ત સ્વભાવથી એ બધા વિદ્યાર્થીઓમાં જુદો તરી આવતો.
મામા માણેશ્ચંદભાઈ સાથે હૈદ્રાબાદમાં અક્ષય :
અક્ષયરાજના મામા માણેકચંદભાઈ ખૂબજ ધર્મિષ્ઠ અને વાત્સલ્યવાળા હતા. અક્ષયરાજ તરફ તેમને ખૂબ જ પ્રેમભરી લાગણી હતી. અક્ષયના મોહક વ્યક્તિત્વ અને પ્રજ્ઞા-પાટવથી ફીદા થઈ ગયેલા માણેકચંદ મામા અક્ષયને હૈદ્રાબાદ લઈ ગયા,
જ્યાં વ્યવસાય નિમિત્તે તેમનો વસવાટ હતો. ત્યારે અક્ષયની ઉંમર આઠ વર્ષની હતી. અક્ષયની મા જેમ ધર્મિષ્ઠ હતી તેમ મામા પણ ધર્મથી રંગાયેલા હતા. આથી માતા દ્વારા મળેલા ધર્મ-સંસ્કારો મામા દ્વારા પુષ્ટ થયા. આથી પ્રભુદર્શન, નવકારશી, તિવિહાર, નવકાર મંત્રનું સ્મરણ આદિ પ્રાથમિક ધર્મના નિયમોનું પાલન તેનામાં સહજપણે વણાઈ ગયું.
મામાનું અપાર વાત્સલ્ય :
મામાના અક્ષય પર ચાર હાથ હતા. તેમની ચકોર નજરે નાનકડા અક્ષયમાં છૂપાયેલું વિરાટ વ્યક્તિત્વ જોઈ લીધું હતું. આથી જ અક્ષયમાં વ્યાવહારિક કે ધાર્મિક કોઈ પણ શિક્ષણની કમી ન રહે એની પૂરતી કાળજી રાખતા હતા.
મામાના અપાર વાત્સલ્ય સાથે અક્ષય વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસ પણ કરવા લાગ્યો.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * *
ઝ
ઝ
ઝ
ઝ
=
=
=
=
= =
= = ૩૬૯