________________
અહીં નિશ્ચયની વાત લાવવા જાવ તો નહિ જામે. જે વખતે જે પ્રધાન હોય તેને તે રીતે સમજવું પડે.’ ‘નયેષુ સ્વાર્થસત્યેપુ મોયેવુ પર-ચાતને' દરેક નય પોતાના દૃષ્ટિકોણથી સાચા છે, બીજાને ખોટા પાડવામાં ખોટા છે.
‘ભગવાન શું આપે ? ઉપાદાન તૈયાર જોઈએ. ઉપાદાન તૈયાર ન હોય તો ભગવાન શી રીતે આપે ? ભગવાન તો અનંતાકાળથી આપવા તૈયાર જ હતા, પણ ઉપાદાન તૈયાર ન્હોતું, માટે જ ઠેકાણું ન પડ્યું. માટે પહેલા ઉપાદાન તૈયાર કરો. ભગવાનને સાઈડ પર રાખો.’ આ વાત નિશ્ચય-નયની છે, જે અહીં ન કરાય. આમ વિચારવામાં આવે તો ભક્તિમાર્ગમાં કદી ગતિ થઈ શકે નહિ. ભગવાન જ બધું આપનારા છે, એવી દૃઢ પ્રતીતિ જ ભક્તને ભક્તિમાં ગતિ કરાવે છે.
સિંહની ગર્જનાથી બીજા પશુઓ ભાગે તેમ ભગવાનનું નામ લેતાં જ બધા પાપો ભાગે.
‘તું મુજ હૃદય-ગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહ રે; કુમત માતંગના જૂથથી, તો કિસી મુજ પ્રભુ બીહ રે.'
હે પ્રભુ ! મારા હૃદયની ગુફામાં પાપના પશુઓ ભરેલા છે. હે દયાળુ ! આપ સિંહ બનીને આવો, જેથી બધા ભાગી
જાય.
મરુદેવી માતાને ભલે અન્તર્મુહૂર્તમાં સમ્યક્ત્વથી માંડીને કેવળજ્ઞાન અને મોક્ષ સુધીનું બધું મળી ગયું, પણ એ પહેલા પણ અપુનર્બંધક અવસ્થા હતી જ, એમ માનવું જ પડશે. ભૂમિકા વિના ભવનનું નિર્માણ ન થઈ શકે.
કોઈપણ રૂપે તમે ભગવાનના સંપર્કમાં આવો, ભગવાન કલ્યાણ કરશે જ. મરુદેવાએ ભગવાન સાથે પુત્રનો સંબંધ બાંધ્યો હતો. ભગવાન સાથે કોઈ સંબંધ બાંધે ને કલ્યાણ ન થાય ? અરે જે પુષ્પ પણ ભગવાનની મૂર્તિને ચડે તે ભવ્યતાની છાપ પામે છે. અભવ્ય જીવોવાળા ફૂલોને ભગવાન પર ચડવાનું ભાગ્ય નથી મળતું.
અનુમોદના જેવું તત્ત્વ પણ ભગવાનની કૃપા વિના નથી
મળતું.
૨૫૬
* કહે, કલાપૂર્ણસૂરિ-૪