________________
પૂજ્ય ધુરંધરવિજયજી :
બધા આચાર્ય ભગવંતો એટલું બધું બોલી ગયા છે કે મારા માટે કાંઈ બચ્યું જ નથી. શું બોલવું ?
૩-૩ મહિનાથી ચાતુર્માસ પ્રવેશથી એક સરખી તપની આરાધના ચાલુ છે. માસક્ષમણોની લાઈન ચાલુ છે. ૩ દિવસ પછી ફરી માસક્ષમણનું પારણું થશે.
આ વર્ષ તપનું છે. વરસાદ ઓછો થાય, તે વર્ષે તપ ઘણો દેખાય છે. મેં લગભગ એવું જોયું છે.
તપની તાકાત છે : વરસાદથી પણ વધુ શીતલતા આપવાની. તપથી પુણ્યના વાદળ બંધાય ને ધર્મની વૃષ્ટિ થાય.
તપે તપસ્વીઓ, પણ પુણ્ય વરસે સર્વત્ર.
આ બધા તપ કરે, એનાથી વરસતું પાણી બધા પીએ. ધરતી તપે તેમ તિરાડ પડે. પાણી હોય તો તિરાડ ન હોય. તપાગચ્છમાં તિરાડો પડી છે. તે તિરાડો તપથી મટી જાય, એવી આપણી અપેક્ષા છે.
પર્યુષણ પહેલા તો આપણે મળતા રહ્યા, પર્યુષણ પછી પણ મળવાનું થતું જ રહ્યું છે; કોઈને કોઈ નિમિત્તે.
પાલિતાણામાં જ નહિ, આ ભેગા થવાનું કાર્ય સર્વત્ર સંઘમાં છવાઈ જશે, તેવી શ્રદ્ધા છે.
- મુનિશ્રી અમિતયશવિજયજી :
• પુણ્યોદયે મળેલા જીવનને સફળ બનાવવા ધર્મની જરૂર છે. જેના જીવનમાં અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ છે તેને દેવો પણ નમે છે.
આવો ધર્મ હૈયામાં વસી જાય તો કલ્યાણ થઈ જાય.
તપની અનુમોદના માટે આપણે સૌ એકઠા થયા છીએ. આ વર્ષે હું માસક્ષમણ કરીશ તેમ મનમાંય ન્હોતું, પણ શ્રી આદિનાથ દાદા, અધ્યાત્મયોગી પૂ. ગુરુજી તથા પૂ. કલાપ્રભસૂરિજી આદિની કૃપા જ કામ કરી ગઈ છે. પૂ. કલાપ્રભસૂરિજી રોજ કહેતા : “થઈ જશે. થઈ જશે. તું કરી નાખ.” એમના આટલા પ્રેરક વચનો મારો ઉત્સાહ વધારી દેતા હતા.
૧૫૮
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*