Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 426
________________ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી (અક્ષયરાજ)ને એ વાતનો પાકો ખ્યાલ હતો કે દીક્ષા એ પૂર્ણાહુતિ નથી, પણ પ્રારંભ છે. એ ટોચ નથી, પણ ટોચ પર જવાની પગદંડી છે. ઘણા એમ માનતા હોય છે કે દીક્ષા લીધી એટલે પતી ગયું, હવે કાંઈ કરવાનું નહિ, પણ આ વાત બરાબર નથી. દીક્ષામાં પ્રવેશ એટલે કે સાધનામાં પ્રવેશ. દીક્ષાનું જીવન એટલે કે વિદ્યાર્થીનું જીવન. દીક્ષિત મુનિ એટલે સાધના માર્ગે દિન-પ્રતિદિન આગળ વધતો સાધક આત્મા ! દિવસે દિવસે એ પ્રગતિ કરતો જ રહે. ગુણનું અર્જન અને દોષનું વિસર્જન કરતો જ રહે. એક પણ દિવસ વિકાસની પ્રાપ્તિ સિવાયનો ન હોય. જે આગળ વધવાની ભાવના રાખતો નથી તે પાછળ પડ્યા વિના રહેતો નથી. આથી જ શ્રાવકોએ સાધુ બનવાની અને સાધુઓએ સિદ્ધ બનવાની ભાવના રાખવાનું કહ્યું છે. મુનિશ્રી કલાપૂર્ણવિજયજી મ.ને પહેલેથી જ સાધનાનું લક્ષ્ય હતું અને તે સાધનાએ સાધુતાના સ્વીકાર પછી અત્યંત વેગ પકડ્યો. સાધક આત્માને સાધનાને અનુકૂળ વાતાવરણ સામગ્રી વગેરે મળી જ જાય છે. જોઈએ ફક્ત સાધકની સાચી પાત્રતા અને જિજ્ઞાસા. પ્રભુ-ભક્ત અને શ્રત-ભક્ત મુનિશ્રી : સાધુ-જીવનને યોગ્ય કેટલુંક પ્રાથમિક જ્ઞાન મેળવવા સાથે મુનિશ્રી કલાપૂર્ણવિજયજીએ સંસ્કૃત બુક, કર્મગ્રન્થ આદિનો અભ્યાસ શરૂ કર્યો. જીવનમાં સહજ રીતે વણાયેલા દેવ-ગુરુ-ભક્તિ, વિનય, વેયાવચ્ચ અને ક્ષમાદિ ગુણો પણ શુકલ પક્ષની ચન્દ્ર-કળાની પેઠે વિકસિત થવા લાગ્યા. પૂજય મુનિશ્રીએ બે ચીજમાં ખાસ રસ કેળવ્યો. એક બાળપણથી જ પોતાને ગમતી ભગવાનની ભક્તિનો રસ અને બીજો ભણવાનો રસ. ૩૯૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452