Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 435
________________ સમાધિપૂર્વક ભચાઊ મુકામે કાળધર્મ પામ્યા. આધોઈ ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય આ.શ્રી વિ. દેવેન્દ્રસૂરિજી મ. તથા પ.પૂ.પં.શ્રી કલાપૂર્ણ વિ.મ. આદિ બીજા જ દિવસે ભચાઊ આવી પહોંચ્યા. સાધુ યોગ્ય વિધિ કરી સૌ એ મહાત્માની નિરીકતાને વંદી રહ્યા હતા. પૂજ્ય પંન્યાસજી મ. કૃતજ્ઞભાવે અંજલિ આપતાં ગગદ્ થઈ ગયા. શતશઃ વંદન એ નિઃસ્પૃહ શિરોમણિ મહાત્માને...! છરી’ પાલક સંઘ અને સૂરિપદ પ્રદાન : લાકડીઆના ચાતુર્માસ પછી પૂજ્ય આચાર્યદેવશ્રી તથા પૂજ્ય પંન્યાસજી મ. આદિ કટારીઆ પધાર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં ત્યાંથી સંઘવી રસિકભાઈ બાપુલાલભાઈ તરફથી છ“શી” પાલક સંઘનું પ્રયાણ થવાનું હતું. તે પ્રસંગે અનેક ગામોના અનેક આગેવાન મહાનુભાવો ત્યાં આવેલા હતા. તેમના મનમાં એક વિચાર ઝબક્યો : પંન્યાસજી મ.ને આચાર્ય-પદ-પ્રદાન કરવામાં આવે તો બહુ જ સારું. સમુદાયમાં અત્યારે જરૂર છે. પૂજ્ય આચાર્યશ્રી વયોવૃદ્ધ છે અને પંન્યાસજી મ. સુયોગ્ય છે. માટે તેમને આચાર્ય-પદવી અપાય તો સારું. સૌએ સાથે મળીને પૂજ્ય આચાર્યશ્રીને આ માટે વિનંતી કરી ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે હું તો ક્યારનોય આચાર્યપદ લેવા માટે પંન્યાસજી મ.ને આગ્રહ કરી રહ્યો છું, પણ મારું તેઓ માનતા જ નથી. હવે તમે સૌ મળીને તેમને સમજાવો. હું તો પદવી આપવા તૈયાર જ છું. મને લાગે છે કે આજે તમારી પ્રબળ-ભાવના અને વિનંતી પાસે તેમને નમવું પડશે. બોલાવો પંન્યાસજી મ.ને. પૂજ્યશ્રીની આજ્ઞા થતાં જ પંન્યાસજી મ. નત-મસ્તકે તેમના ચરણોમાં ઉપસ્થિત થયાં. સૌએ જોરદાર વિનંતી કરી અને આખરે પૂજ્ય આચાર્યશ્રીએ જ પદવી-ગ્રહણ માટે સ્પષ્ટ આજ્ઞા ફરમાવી અને પંન્યાસજીના મસ્તકે વાસક્ષેપ કર્યો. ઉપસ્થિત જન-સમુદાયે ઉલ્લાસપૂર્ણ હૃદયે જિનશાસનનો જયનાદ ગજાવ્યો. માગસર સુદ ત્રીજનો શુભ દિવસ નક્કી થયો. સૂરિ-પદ * * * * * * * * * * * * ૪૦૩

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452