Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કહે, કલાપૂર્ણસૂરિ ભા. ૩ મળેલ છે.
પોતે જીવનમાં વણેલ તથા સ્વ-પરના અનુગ્રહને માટે કહેલ અને ખૂબ જ કુશળતાપૂર્વક આપે સારી રીતે સંગૃહીત કરેલ પૂ. સાહેબજીની વાચનાઓનું આ પુસ્તક ઘણાના અનુગ્રહને કરનાર બન્યું છે અને બનશે. ખરેખર આ પુસ્તક જીવનના વિકાસ માટે એક અમૂલ્ય સંપત્તિરૂપ છે.
- સા. કુવલયાશ્રી, જુનાગઢ કહે, કલાપૂર્ણસૂરિ - ૩' પુસ્તક જોઈને – વાંચીને આનંદ થયો.
ઘણાની એવી કલ્પના હોય છે પૂજ્યશ્રી તો આખો દિવસ ભગવાનની ભક્તિ જ કરે છે. પરંતુ આવા પુસ્તકોના માધ્યમે પૂજ્યશ્રીના આંતરિક જ્ઞાન ખજાનાનો ખ્યાલ આવશે, અને તે પણ ભગવત્ કૃપાથી પ્રાપ્ત થાય છે તેનો પણ સાક્ષાત્કાર થશે.
આપનો પ્રયાસ બિલકુલ સફળતાના શિખરે છે. ક.ક.ચૂં.' ત્રણ ભાગ સાથે હોય તો લગભગ બધું જ મળી રહે તેમ છે.
- સા. કલ્પશાશ્રી, પાટણ आपश्री द्वारा भेजी गयी पुस्तक 'कहे कलापूर्णसरि - ३' एवं मन्नारगुडी से पु. नं. २ प्राप्त हुई । हररोज सुबह सामायिक में इन्हीं पुस्तकों पर वांचन चल रहा है । आपका संकलन एवं गुरु भगवंत की वाचना इतनी गजब की है कि मानो वे फलोदी में नहीं, बल्कि बेंगलोर में हमारे समक्ष बैठकर समझा रहे है । सामायिक का समय कब पूरा होता है पता नहीं चलता । महोपाध्याय यशोविजयजी म.सा. को विमलनाथ भगवान की प्रतिमा देखकर तृप्ति नहीं होती है बल्कि देखने की जिज्ञासा बढती है । उसी भांति हमें आपका साहित्य पढकर ऐसे साहित्य ज्यादा से ज्यादा पढने की जिज्ञासा बढती है । पू. गुरुभगवंतश्री ज्यादा से ज्यादा ऐसी प्रवचन गंगा की धारा प्रवाहित करते रहे एवं आप उस धारा को हम तक पहुंचाते रहे ।
- માજી ને. જંકat, Rાર આપના તરફથી કહે, કલાપૂર્ણસૂરિ - ૩' પુસ્તક મળ્યું. “જૈન સમાચાર'ના સપ્ટેમ્બર - ૨૦૦૧ના અંકમાં તેની સમીક્ષાત્મક નોંધ પ્રગટ કરીશું.
આ.શ્રી કલાપૂર્ણસૂરિની પ્રેરક વાણીને ગ્રંથસ્થ કરવાનું ઉત્કૃષ્ટ ભગીરથ કાર્ય આ ગ્રંથમાં થયું છે. દરેક વિચાર સાથે સંમત થવું મુશ્કેલ છે, છતાં તેમની તર્કબદ્ધ રજૂઆત તો હૃદયને સ્પર્શે જ છે.
સંયમનો માર્ગ અપનાવ્યા પછી ગ્રંથોમાં ફોટા છાપવાનો મોહ ઘટાડવા જેવો ખરો, એમ કદાચ આપને ય લાગશે જ.
- રોહિત શાહ, તંત્રી : જૈન સમાચાર, અમદાવાદ ૪૦૮ * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪