Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અભિપ્રાયોની હેલી
કહે, કલાપૂર્ણસૂરિ ખૂબ ખૂબ વધાઈ તથા અનુમોદના...!
ગુરુદેવની પવિત્ર શબ્દશ્રેણિને ચિરંજીવી બનાવવાનું મહાન ભગીરથ કાર્ય સંપાદન થઈ ગયું, તે વાસ્તવમાં બહુ મોટી શાસન પ્રભાવના થઈ કહેવાય. બોલતી કેસેટને બદલે જાણે આ વંચાતી કેસેટ ઘર ઘર અને ઉપાશ્રય ઉપાશ્રયમાં પૂ. ગુરુદેવના શબ્દોને જીવનમાં અને હૃદયમાં અનુગુંજિત કરતી રહેશે. ગણિ પૂર્ણચન્દ્રવિજય, પાટણ પુસ્તક સુંદર છે. વાંચીએ તો અનેરો આનંદ આવે. ભલે સાંભળેલું હોય કે વાંચેલું હોય, પણ જ્યારે વાંચવા બેસીએ ત્યારે અપૂર્વ લાગે. નવી-નવી સ્ફુરણા થાય. બધાનું સંકલન કરી સદ્બોધરૂપે પ્રસારણ કરી રહ્યા છો, તેની અનુમોદના.
૩ મળી. આનંદ અને પ્રસન્નતાની અનુભૂતિ.
ફોટાને અનુરૂપ લખાણ હોત તો વિશેષ આનંદ આવત.
-
-
-
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
પૂજ્યશ્રીના વાચના-પ્રેરક પુસ્તકોમાં આ લેટેસ્ટ પુસ્તક છે. સમસ્ત જૈન સંઘને આવકાર્ય અજાતશત્રુની વાણી પીરસતું આ પુસ્તક પોતે જ ‘અજાતશત્રુ’
બની રહેશે તેમાં શંકા નથી.
ગણિ વિમલપ્રભવિજય, ખંભાત
આત્મદર્શનવિજય, જામનગર
કહે, કલાપૂર્ણસૂરિ ૩ પુસ્તક જોતાં જ હૈયું નાચી ઉઠ્યું. અદ્ભુત સર્જન થયું છે. પ્રસ્તુત પુસ્તક પૂજ્યશ્રીની સાધનાપૂત વાણીથી સભર છે. અથથી ઈતિ સુધીના વાંચનથી જાણે કે શત્રુંજયની ગોદમાં બેઠા હોઈએ એવું લાગ્યું.
પુસ્તકના પાને પાને પૂજ્યશ્રીના શબ્દ - દેહે દર્શન થાય છે. તો પુસ્તકના ચેપ્ટરે ચેપ્ટરે પૂજ્યશ્રીના સદેહે દર્શન થાય છે. પુસ્તકની પંક્તિએ પંક્તિએ આગમના દર્શન થાય છે તો પુસ્તકના વચને - વચને ભક્તિ યોગની પરાકાષ્ઠા (ભગવાન)ના દર્શન થાય છે. ખરેખર પૂજ્યશ્રીની સાધનાપૂત વાણીનો વૈભવ ઘર ઘર ઘટ ઘટ છવાઈ જશે. પ્રસ્તુત પ્રકાશન દ્વારા આવા અમૂલ્ય સર્જન બદલ તમને ધન્યવાદ.
- મુનિ પૂર્ણરક્ષિતવિજય, સાગર જૈન ઉપાશ્રય, પાટણ
** ४०७