Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છેલ્લું ચોમાસું થયું. પૂ.આ.શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.સા.ના કાળધર્મ પછી પૂજ્યશ્રી પૂ.આ.વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની સાથે જ રહેતા. વિ.સં. ૨૦૨૦ થી વિ.સં. ૨૦૨૦ સુધીના તમામ ચાતુર્માસ સાથે જ કર્યા. આમ તેમની સાથે રહેતાં સમુદાય-સંચાલનની સારી એવી તાલીમ મળતી રહી. - પૂજ્યશ્રીના ગુરુદેવ મુનિશ્રી ક્યનવિજયજી મ.સા. :
પૂજય ગુરુદેવશ્રી કંચન વિજયજી મહારાજ તપસ્વી, નિઃસ્પૃહી અને અન્તર્મુખી જીવનના સ્વામી હતા. સંસ્કૃતપ્રાકૃત-ભાષાના અભ્યાસ ઉપરાંત પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં રહી આગમાદિ સૂત્રોનું સુંદર અધ્યયન કર્યું હતું અને જ્યોતિષ વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ હતો.
કીર્તિ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની પામર મનોવૃત્તિઓથી તેઓ સદા પર હતા. કોઈની પાસેથી પોતાનું કામ ન કરાવતાં જાતે જ પોતાનું કામ કરતા. આ સ્વાશ્રયનો ગુણ તેમનામાં અદ્દભુત રીતે વિકસ્યો હતો.
પોતાના પાંચ-પાંચ શિષ્ય-પ્રશિષ્યો છતાં સેવાની અપેક્ષાથી સર્વથા પર તેઓશ્રી પોતાના શિષ્યો સમુદાય-નેતા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. સાથે વિચરે અને સ્વ-પરનું કલ્યાણ કરે તેમાં જ આંતરિક સંતોષ અનુભવતા.
પૂજ્ય પંન્યાસજીશ્રી કલાપૂર્ણવિજયજીએ ઉપકારી ગુરુદેવને સેવામાટે અનેક વિનવણીઓ કરવા છતાં આ સ્વાશ્રય ગુણ સંપન્ન આ મહાપુરુષ પોતાની સેવા બીજા પાસે નહિ કરાવવાની દઢતાને વળગી રહ્યા હતા.
આવા નિઃસ્પૃહી, સ્વાશ્રયી અને સંયમી મહાત્માએ તબિયતના કારણે છેલ્લા વરસોથી ભચાઊ મુકામે સ્થિરતા કરી હતી. વિ.સં. ૨૦૧૮ની શરૂઆતમાં જ જ્યોતિષવિદ્યાના બળે પોતાનું આયુષ્ય ટૂંકું જાણી આત્મકલ્યાણ-કામી આ મહાત્માએ જ્ઞાન-પંચમીના દિવસથી જ ચોવિહાર ઉપવાસના ૧૬ દિવસના પચ્ચકખાણ કર્યા. અપૂર્વ સમતા-ભાવ સાથે આત્મ-ધ્યાનમાં લીનતાપૂર્વક ૧૨મા ઉપવાસે (વિ.સં. ૨૦૨૮, કા.વ.૨)
૪૦૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪