Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તેની આછી ઝલક નીચે મુજબ છે :
વિ.સં. ૨૦૧૨ ચાતુર્માસ પંન્યાસજીશ્રી મુક્તિવિજયજી પાસે લાકડીઆ (કચ્છ) મુકામે ત્રિષષ્ટિ આદિનું અધ્યયન.
વિ.સં. ૨૦૧૪ ચાતુર્માસમાં પૂ.આ. વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. ની સાથે ચોમાસું રહી તેમના શિષ્યો પાસે અધ્યયન. - વિ.સં. ૨૦૧૫ ચાતુર્માસમાં વઢવાણ મુકામે પંડિતજી અમૂલખભાઈ પાસે અધ્યયનાર્થે.
વિ.સં. ૨૦૧૭-૨૦૧૮ ચાતુર્માસમાં જામનગર ખાતે વ્રજલાલપંડિતજી પાસે ન્યાય-દર્શનાદિનું અધ્યયન.
વિ.સં. ૨૦૨૫માં પૂ.પં.શ્રી મુક્તિવિજયજી (પાછળથી આ. શ્રી વિ. મુક્તિચન્દ્રસૂરિજી મ.) પાસે અમદાવાદ મુકામે અધ્યયન.
વિ.સં. ૨૦૩૧, ૨૦૩૨ ચાતુર્માસમાં ક્રમશઃ બેડા-લુણાવા (રાજ.) તથા વિ.સં. ૨૦૩૪ ચાતુર્માસ પિંડવાડા (રાજ.) મુકામે સાધના, ધ્યાન આદિ અંગે પૂજ્ય યોગનિષ્ઠ પં. શ્રી ભદ્રંકર વિ.મ. પાસે માર્ગદર્શન તથા તેમની અનન્ય કૃપા મેળવી.
વિ.સં. ૨૦૩૭ - ૨૦૩૮ - ૨૦૩૯ - ૨૦૪૭માં બહુશ્રુત પૂ. મુનિશ્રી જેવિજયજી મ. પાસેથી આગમ વાચના.
વિ.સં. ૨૦૩૯ ચાતુર્માસમાં અમદાવાદ (શાન્તિનગર) મુકામે વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીજી મહારાજ પાસેથી પણ આશીર્વાદ તથા તેમના વિશાળ અનુભવની પ્રાપ્તિ.
આમ પૂજ્યશ્રીએ જ્યાંથી જેટલું મેળવાય તેટલું નમ્ર બનીને લીધા જ કર્યું છે. ક્યારેય પોતાનું પદ પોતાનો “અહમ આગળ કર્યો નથી. અહંનો સાધક “અહંથી કેમ લેવાય ?
ગુરૂઆજ્ઞા સ્વીકારતા મુનિશ્રી :
ગુરુ-આજ્ઞા પાલનનો તેમનો એક પ્રસંગ ખૂબ જ બોધપ્રદ છે.
જ્યારે જામનગર બે ચાતુર્માસ કરી પૂજ્યશ્રી પોતાના ગુરુદેવાચાર્ય પાસે ભચાઉ આવ્યા. (સંવત ૨૦૧૯) ત્યારે સાથે જ ચોમાસું કરવાની ભાવના હતી અને ગુરુદેવની આજ્ઞા પણ તેવી જ હતી. પણ ત્યાંજ ગાંધીધામ જૈન સંઘ પૂજ્ય ગુરુદેવશ્રી
૩૯૬
* * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪