Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પૂજ્ય મુનિશ્રી રત્નાકરવિજયજી મ. તથા પૂજ્ય મુનિશ્રી કંચનવિજયજી મ. દીક્ષાની મંગળ વિધિ કરાવી રહ્યા હતા. દિગબંધની ક્રિયા થયા પછી પાંચેય નૂતન મુનિઓના શુભ નામ આ પ્રમાણે જાહેર કરવામાં આવ્યા : સંસારી નામ
નૂતન નામ (૧) મિશ્રી લાલજી (ઉં.વ.૪૯) મુનિશ્રી કલધૌતવિજયજી
(પાછળથી વડીદીક્ષા વખતે મુનિશ્રી કમળવિજયજી) (૨) અક્ષયરાજ (ઉં.વ. ૩૦) . મુનિશ્રી કલાપૂર્ણવિજયજી (૩) જ્ઞાનચંદ (ઉં.વ. ૧૦) ... મુનિશ્રી કલાપ વિજયજી
(વડીદીક્ષા વખતે કલાપ્રભ વિજયજી) (૪) આશકરણ (ઉં.વ. ૮) .. મુનિશ્રી કલ્પતરૂવિજયજી (૫) રતનબેન (ઉં.વ. ૨૬) .. સાધ્વીજી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી
મુનિશ્રી કલધૌતવિજયજી અને મુનિશ્રી કલાપૂર્ણવિજયજી - આ બન્ને પૂજ્ય આચાર્યશ્રી વિજયકનકસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય તરીકે જાહેર થયા અને વડી દીક્ષા વખતે પૂજય આચાર્યદેવે તે બન્ને મુનિઓને મુનિશ્રી કંચનવિજયજીના શિષ્ય બનાવ્યા.
બન્ને બાળ મુનિઓ પોતાના પિતા-ગુરૂના શિષ્ય બન્યા અને સાધ્વીજી સુવર્ણપ્રભાશ્રીજી પૂજ્ય આચાર્ય ભગવંતના આજ્ઞાવર્તી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીજી સુનંદાશ્રીજીના શિષ્યા બન્યા.
દીક્ષા-મહોત્સવની પૂર્ણાહુતિ નિર્વિષ્ણપણે થઈ અને ફલોદીના સંઘની અતિ આગ્રહભરી વિનંતિ હોવાથી વિ.સં. ૨૦૧૦નું પ્રથમ ચાતુર્માસ ત્યાં જ થયું. ચાતુર્માસ દરમ્યાન નૂતન મુનિવરોને જ્ઞાનાભ્યાસમાં અને સંમયની આરાધનામાં ડૂબેલા જોઈને લોકોએ ખૂબ જ અનુમોદના કરી. અને જેઓ બાળ-દીક્ષાના વિરોધી હતા તેઓ પણ તેમની અંગત મુલાકાત લેતા. તેમની જીવન-ચર્યા, સતત પ્રવૃત્તિ અને પૂછેલા પ્રશ્નોના જવાબથી ખૂબ જ પ્રભાવિત થઈ આનંદ વ્યક્ત કરવા લાગતા.
આખા ચોમાસામાં સંઘે ખૂબ જ સુંદર રીતે ધર્મઆરાધનાનો લાભ લીધો અને શાસનની અપૂર્વ પ્રભાવના
૩૯૨
*
*
*
*
*
*
*
*
*
*
*
* * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
*