Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જાણે હરણના પૂંછડે બેસીને દોડી રહ્યા છે. હમણાં જ હજુ હું નાનો હતો. માતા-પિતાના ખોળામાં આળોટતો હતો. આજે યુવાન છું. આવતી કાલે વૃદ્ધ બની જઈશ. બસ આમને આમ જિંદગી પૂરી થઈ જશે ? ધર્મ વગરની જિંદગીનો અર્થ શો છે ? એમ તો કાગડા અને કુતરા પણ ક્યાં નથી જીવતા ? એ પણ ક્યાં પેટ નથી ભરતા ? શું ખાવું-પીવું અને મજા કરવી એ જ જિંદગી છે ? જો એમ જ હોય તો પશુઓને માણસ કરતાં શ્રેષ્ઠ માનવા પડશે. માણસનો મહિમા શાના કારણે છે ? ખરેખર ધર્મથી જ માણસ માણસ બને છે, બડભાગી બને છે. જેનામાં ધર્મ નથી તે માણસ નથી, પણ પૂંછડા અને શીંગડા વગરનો પશુ છે પશુ. પશુતા ભરી જિંદગીઓ ઘણી વખત જીવ્યા. હવે આ જન્મમાં તો એવું નથી જ કરવું. આ જન્મમાં તો અવશ્ય દિવ્યતા પ્રગટાવવી જ છે. એમને એમ ખાલી હાથે અહીંથી જવું નથી. કંઈક લઈને જ જવું છે. મૃત્યુ વખતે હૃદયમાં સંતોષ હોય, આત્માને તૃમિ હોય એવું કાંઈક કરીને જ જવું છે.
બ્રહ્મચર્યવ્રત ધારણ કરતા અક્ષયરાજ :
આમ અક્ષયરાજના હૃદયમાં વિચારનો સ્ફલિંગ પ્રગટી ઊઠ્યો. એ વિચારને વિચારરૂપે ન રાખતાં આચારમાં પણ લાવી દીધો. તે જ વર્ષે (વિ.સં. ૨૦૦૭) પૂજ્યશ્રી રૂપ વિજયજી મ.સા. પાસે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લીધું. અને સંસારથી મન વાળી લીધું. એટલું જ નહિ, પણ સાધનાના માર્ગે આગળ વધવા કમર કસી. શરીરને કેળવવા ધ્યાનમાં નિર્મળતા લાવવા પૂ. શ્રી રૂપ વિ.મ.ના (વિ.સં. ૨૦૦૭) ચાતુર્માસ દરમ્યાન ૧૬ ઉપવાસની તપશ્ચર્યા આદરી.
અક્ષયરાજ વૈરાગ્યની વાટે :
તપશ્ચર્યા સાથે ભક્તિમાં લીનતા, કાયોત્સર્ગ, જાપ, આગમસારાદિ ગ્રન્થોનું વાંચન વગેરે ભળતાં અક્ષયરાજનો વૈરાગ્યનો દીપક દાવાનળ બનીને ભભૂકી ઊઠ્યો. એનો આતમ-હંસ સંસારના પાંજરામાંથી મુક્તિ મેળવવા તલપી ઊઠ્યો અને પોતાના આત્માને સમજાવવા માંડ્યા : “ઓ
*
*
*
*
*
*
*
*
*
* * ૩૮૩