Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચલાવનાર પાયલોટ ગાફેલ ન જોઈએ. મોટર ચલાવનાર ડ્રાઈવર અસાવધ ન જોઈએ. એમની એક મિનિટની અસાવધાનતા અને અનેકોનું જીવન ખતરામાં... ડ્રાઈવર, પાયલોટ કે કમાન કરતાં ગુરુની ભૂમિકા ઘણી ઊંચે છે. પેલા તો માત્ર આ ભૌતિક દેહની જ નુકશાની આ જન્મ પૂરતી કરી શકે જ્યારે અસાવધ ગુરુ તો ભવોભવ બગાડી નાખે. માટે ગુરુ તો ઉત્તમોત્તમ જ જોઈએ. ગમે તેના ચરણોમાં જીવન કેમ મૂકાય ?
સગુરુની શોધ માટે શાસ્ત્રમાં ૧૨ વર્ષ અને ૭૦૦ યોજન સુધી ફરવાનું કહ્યું છે.
અક્ષયરાજ ગુરુનું મહત્ત્વ બરાબર સમજતા હતા. આથી તેમણે પોતાના સસરા મિશ્રીમલજીને આ માટે પૂછ્યું. તેમણે કચ્છ-વાગડ દેશોદ્ધારક સુવિશુધ્ધ સંયમમૂર્તિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.સા.નું નામ સૂચવ્યું.
તેમની પાસે આ નામ કેમ આવ્યું ? વાત એમ હતી કે તેમના નજીકના સંબંધી શ્રી લક્ષ્મીચંદભાઈ કોચર, જેઓ ફલોદીના જ વતની હતા, તેમણે પૂજ્ય કનકસૂરીશ્વરજી મ. પાસે દીક્ષા લીધેલી હતી અને તેમના શિષ્ય મુનિશ્રી કંચનવિજયજી મ. તરીકે સંયમની સુંદર સાધના કરી રહ્યા હતા.
પૂજ્યશ્રી કંચનવિજયજીએ ગૃહસ્થપણામાં સદ્દગુરુની શોધ માટે ભારે પ્રયત્ન કરી અંતે પૂજ્યશ્રી કનકસૂરીશ્વરજી મ.સા.ને ગુરૂ તરીકે નક્કી કર્યા હતા.
પૂજ્ય ગુરૂદેવ પાસે સપરિવાર અક્ષયરાજ ઃ
ચારિત્ર સંપન્ન અનેક આચાર્યો, મુનિઓ છે, તેમાં વાગડ સમુદાય તરીકે સુપ્રસિદ્ધ પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા. તથા તેમના પટ્ટધર આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.સા.ના સાધુ-સાધ્વી સમુદાયની રહેણી-કરણી, આચારપાલનની ચુસ્તતા, તપ, ત્યાગ, વિધિ-આદર વગેરે ગુણોની ઘણી જ પ્રશંસા સાંભળવા મળતી હતી અને સાથે ફલોદીના
*
*
*
*
*
*
*
*
૩૮૦