Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જ જ્યોતિર્વિદ વિદ્વાન મુનિરાજશ્રી કંચનવિજયજી મ. પણ આ જ સમુદાયમાં દીક્ષિત થયેલા હોવાથી તે સમુદાયમાં જ દીક્ષા લેવાનો સસરા-જમાઈએ નિર્ણય લીધો અને અક્ષયરાજભાઈ પોતાના બન્ને પુત્રો સાથે અમદાવાદ-વિદ્યાશાળા ખાતે પૂજ્ય સંઘસ્થવિર આચાર્યશ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. (બાપજી મ.)ની નિશ્રામાં ચાતુર્માસ બિરાજતા પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયકનકસૂરીશ્વજી મ.સા. પાસે ચાતુર્માસમાં રહ્યા અને સંયમ-યોગ્ય તાલીમ લેવા સાથે અભ્યાસમાં આગળ વધતા રહ્યા. (વિ.સં. ૨૦૦૯) અને રતનબેન ભાવનગર મુકામે પૂ.સા. નિર્મળાશ્રીજી પાસે અભ્યાસ કરવા થોડો સમય રહ્યાં.
મહાભિનિષ્ક્રમણ માટે મથામણ :
આમ અક્ષયરાજભાઈએ પોતાના બન્ને પુત્રો અને તેમની માતાને પૂજ્ય ગુરૂભગવંતોની નિશ્રામાં રાખીને દીક્ષા માટે યોગ્ય રીતે કેળવી અને સંયમની વિશેષ રૂચિવાળા બનાવ્યા. સૌની ભાવના સંયમ લેવા માટેની થઈ એટલે સસરા મિશ્રીમલભાઈને સમાચાર મોકલાવ્યા કે અમારી ચારેયની દીક્ષા માટે હવે એકદમ તૈયારી છે. તમો પણ જલદી આવો એટલે દીક્ષાના મુહૂર્ત જોવડાવી શકાય.
અક્ષયરાજભાઈના પત્રથી મિશ્રીમલભાઈનું સંયમમાટે ઉત્સુક મન તૈયારી કરવા તત્પર બન્યું, પણ કેટલાંક સંયોગોના કારણે તેઓ જલ્દી કરી શકે તેમ ન હતા. એ હકીકત જાણીને અક્ષયરાજભાઈએ પૂજ્ય ગુરૂદેવ પાસે દીક્ષા ન લેવાય ત્યાં સુધી છ વિગઈના ત્યાગની પ્રતિજ્ઞા લીધી. મિશ્રીમલભાઈને તે હકીકત જણાવી. અક્ષયરાજભાઈની આવી મક્કમતા અને પ્રતિજ્ઞા જાણીને મિશ્રીમલજીભાઈએ તરત જ તૈયારી કરી. અને પાલિતાણા બિરાજમાન પૂજ્યપાદ તા૨ક ગુરૂદેવશ્રી વિજયકનકસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિવરશ્રી કંચનવિજયજી મ. આદિ પાસે જઈ દીક્ષાના શુભ મુહૂર્તો લઈ આવ્યા અને દીક્ષાનો શુભ-પ્રસંગ પોતાની જન્મભૂમિ ફલોદીમાં જ ઉજવવાનો નિર્ણય કર્યો.
દીક્ષા માટે ગુરૂદેવને વિનંતિ :
૩૮૮
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪