Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શાણી નારીએ તરત જ પોતાના પિતા મિશ્રીમલજીને પત્ર લખીને આ વાત જણાવી.
રતનબેનને એમ કે મારાથી એ નહિ માને પણ મારા પિતાજીથી તો અવશ્ય માનશે અને વૈરાગ્યનો ઊભરો ઠરી જશે પછી વાંધો નહિ આવે. પણ થયું ઊલટું. પિતાશ્રીનો થોડા જ દિવસોમાં પ્રત્યુત્તર આવ્યો અને રતનબેન તો સડક જ થઈ ગયા. ધાર્યા કરતાં જુદો જ જવાબ આવ્યો. મૂંઝવણ દૂર થવાને બદલે ઊલ્ટી વધી ગઈ. રતનબેનને થયું આ તો ભારે થઈ. “ઘરના બાળ્યા વનમાં ગયા, ને વનમાં લાગી આગ.' રતનબેનના પિતાએ એવું તે શું લખ્યું હતું કે જેથી રતનબેન મૂંઝાઈ ગયા ? મિશ્રીમલજીએ લખ્યું હતું :
“અક્ષયરાજની દીક્ષા માટેની ભાવના જાણી ખૂબ જ આનંદ થયો. મારી પણ વર્ષોથી દીક્ષા લેવાની ભાવના છે, પણ હજુ અમલમાં મૂકી શકાઈ નથી... પણ મને જો આવો ઉત્તમ સહયોગ મળી જાય તો તરત જ દીક્ષાની ભાવના છે. તમો પણ તેમને અનુકૂળતા કરી આપશો. અને તમારા માટે તથા બન્ને બાળકો માટે કોઈ ચિંતા ન થાય તે રીતે બધી વ્યવસ્થા થઈ જશે.'
પતિ અને પિતા બન્ને એક થઈ ગયા. હવે વ્યથા ક્યાં જઈને ઠાલવવી ?
રતનબેન ધર્મના શરણે ?
જ્યારે માનવી પાસે બાહ્ય કોઈ આધાર રહેતો નથી ત્યારે તે ધર્મના શરણે જવા ઈચ્છે છે. રતનબેનને પણ આખરે ધર્મ એ જ શરણું લાગ્યું. એ સામાયિક લઈને બેસી ગયાં. અને ચિંતન કરવા લાગ્યાં : શું કરવું ? એમને પતિદેવનો માર્ગ કલ્યાણકારી લાગ્યો.
| સામાયિક પૂરું થયા પછી રતનબેને પતિદેવને કહ્યું : આપ સંયમના કલ્યાણકારી માર્ગે જાઓ છો, તે બહુ જ સારું છે. હું એમાં વિઘ્નરૂપ શા માટે બને ? પણ અમારો પણ કોઈ વિચાર કર્યો કે નહિ ? અમારું શું ? અમને પણ સંયમમાં રુચિ જગાડો તો અમે પણ તૈયાર થઈ આપની સાથે દીક્ષા લઈશું. માટે
*
*
*
*
*
*
*
*
* ૩૮૫