Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભાવિ માટે કોઈ વિચાર આવતો નથી ?'
તેજીને તો ટકોરો જ બસ. માતાની આ માર્મિક ટકોરથી અક્ષયે વ્યાપાર-અર્થે પરદેશ જવાનો નિર્ણય કરી લીધો. પિતા, કાકા વગેરેની સલાહથી મધ્ય-પ્રદેશમાં રહેલા “રાજનાંદ' ગામમાં પહોંચી ગયો.
રાજનાંદગાંવમાં અક્ષયરાજ ?
આ ટૂંકી અને મોંઘી માનવ-જિદગીમાં અક્ષયને તો ધર્મની જ કમાણી કરવી હતી, પણ વ્યવહારમાટે ધન પણ જોઈએ. આથી તે ધનાર્જનમાં પ્રવૃત્ત હોવા છતાં ધર્મને ભૂલ્યો નહિ.
રાજનાંદગાંવમાં સંપતલાલભાઈ (જેઓ ફલોદીના જ વતની હતા) શેઠની પેઢીએ કામ કરવા અક્ષય રહી ગયો.
અક્ષયની ધર્મનિષ્ઠાથી શેઠ અત્યંત ખુશ થઈ ગયા. ધર્મક્રિયામાં કોઈ બાધ ન આવે તે રીતે તેમણે સરળતા કરી આપી. | શેઠ સ્વયં ધર્મી હતા. આથી ધર્મી અક્ષયને જોઈને પ્રસન્ન થઈ ગયા... એટલું જ નહિ હજુ પણ ધર્મના માર્ગે અક્ષય આગળ વધતો રહે તેવી પ્રેરણા પણ આપતા. રોજ નવકારશી અને તિવિહાર કરતા અક્ષયને તેમણે ચોવિહાર માટે પ્રેરણા આપી અને રાત્રિભોજનથી સંપૂર્ણતયા અટકાવ્યો.
અક્ષયની ધર્મદઢતાનો એક પ્રસંગ :
અક્ષયની ધર્મ-દઢતા બતાવતો એક પ્રસંગ બહુ જાણવા જેવો છે.
એક દિવસે દુકાનમાં બહુ કામ હતું. કામકાજમાં જ રાતના ૧૨ વાગી ગયા. અક્ષયને દરરોજ પ્રતિક્રમણનો નિયમ પણ ૧૨ વાગ્યા પછી દૈવસિક પ્રતિક્રમણ તો થાય નહિ. હવે શું કરવું ? શું સૂઈ જવું ? ઢીલો પોચો હોય તો એમ જ. વિચારે કે ચાલો, આજે આમેય પ્રતિક્રમણ થાય એમ નથી. સૂઈ જઈએ. ગુરૂ પાસે જઈને પછી પ્રાયશ્ચિત લઈ લઈશું. પણ અક્ષયે આવો ઢીલો વિચાર ન કરતાં વિચાર્યું : ભલે પ્રતિક્રમણ ન થાય, પણ સામાયિક તો થાય ને ? સામાયિક કરીને સુઈશ તો સંતોષ થશે કે આજનો દિવસ સાવ જ ધર્મની કમાણી
૩૦૮
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪