Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હિન્દુ પરિષદમાં મને આમંત્રણ મળ્યું. હું ગયો. સૌ પ્રથમ પ્રવચન આપ્યું, “વસુદેવ હિન્ડી' માં આ શબ્દ છે. આ લોકથી પરલોકમાં ગમન કરે તે હિન્દ.
૧૨૦૦ વર્ષ પૂર્વે જેમણે (જેની ગાદી ઉદયપુરમાં છે.) ગજેનકપુરમાં અહીં આવીને રાજય સ્થાપ્યું, તે સીસોદીયા વંશના કુલગુરુ તપાગચ્છીય આચાર્ય ભગવંત જ રહ્યા છે. જૈન અને અજૈન, બન્નેના મુખ્ય અગ્રણી મેવાડના મહારાણા હતા. તેઓ પહેલા પગલા શ્રીપૂજ્યને ત્યાં કરતા. રાણા પ્રતાપના હીરવિજયસૂરિજી પરના ઠપકાના કાગળ પણ મળે છે : અમને છોડીને તમે અકબરને ત્યાં કેમ જાવ છો ?
મેવાડના રાજ્યમાં જ્યારે પણ ખબર પડે ત્યારે પહેલું કેસરીયાજીનું મંદિર બનતું. આવી પરંપરા હતી. રાજસ્થાનના ગામડામાં આજે પણ જૈન-અજૈન મંદિરોની એક જ દિવાલ છે. સિરોહીના મહારાજા વગેરેના કુલગુરુ જૈનાચાર્ય હતા. જૈન પોષાળમાં જ મહારાજાના પુત્રોનું ભણતર થતું હતું.
બંગાળમાં ૧૦ હજાર પાઠશાળાઓ હતી. લોર્ડ મેકોલે પછી બધું તૂટ્યું. વિદ્યા-વાણિજ્ય મહાજનના હાથમાં જ હતું. મહાદેવ-હનુમાનના મંદિર પણ મહાજન નિભાવતા. આ અવિભક્ત પરંપરાને તોડવાના ષડયંત્રો રચાયા છે. - સનાતન ધર્મનો નાશ કોઈ કરી શકશે નહિ, પૂજ્ય આચાર્ય ભગવંત જેવા થોડા પણ ઉપાસકો હશે.
પોપને પોતાના પશ્ચિમમાં જ અનુયાયીઓ મળતા નથી. તેની જડ તૂટી રહી છે. અનુયાયીઓ ખોજવા એમને ઠેઠ અહીં આવવું પડે છે. ઈસા-મુસા ખતમ થઈ જશે, પણ પડતા વડ નીચે આપણે ન આવી જઈએ, તેની તકેદારી રાખવી પડશે.
૧-૨ વર્ષમાં શ્રમણ સંઘ એવો એક બને કે જેના પ્રભાવે અખંડ હિન્દુસ્તાન પર સંસ્કૃતિની લહેર છવાઈ જાય.
૨૦૮
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪