Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ત્રણ દ્રવ્યથી વધુ વાપર્યા નથી. સ્વાધ્યાયમાં લીનતા ખૂબ જ હતી. યોગ-ક્ષેમમાં અપ્રમત્તતા પ્રતિપળે જોવા મળતી. ઉત્કૃષ્ટ સંયમ વૃત્તિ તો નજર સામે જ દેખાય. કોઈ શિષ્ય આસન મૂકી જાય તો વધારે આસન કાઢી નાખે. ૧૫ દિવસથી પહેલા કાપ ન કાઢવા દે. નીચે જોઈને ચાલવાનું, એકાસણું કરવું,
સ્પંડિલ બપોરે બહાર જ જવું, વાડામાં નહિ. વગેરે ગુણો ઊડીને આંખે વળગે તેવા હતા.
જ્ઞાની કોને કહેવાય ? કેટલી ડીગ્રી પાસ કરે તો જ્ઞાની કહેવાય ? ૯ પૂર્વ સુધી ભણેલો પણ અજ્ઞાની હોઈ શકે.
આત્મ-સ્વરૂપની તમન્ના ન હોય તે અજ્ઞાની જ હોવાનો.
કોઈ જિજ્ઞાસુએ ગુરુને પૂછ્યું : ચાર ગતિમાં ભયંકર દુઃખો છે. સાધનામાં પણ દુઃખો છે.
બીજો કોઈ રસ્તો છે ?
ગુરુએ કહ્યું : ગુણાનુવાદ કરવા, ગુણીને વંદના કરવી તે ત્રીજો માર્ગ છે.
આજે આપણે એટલા માટે જ ભેગા થયા છીએ. અનુમોદનાની તક ઊભી કરીને પૂ.આ.ભ. જગવલ્લભસૂરિજીએ મોટું કામ કર્યું છે.
તીર્થયાત્રા દ્વારા સંયમયાત્રા પામી ભવ-યાત્રાનો અંત કરીએ, એ જ કામના.
નવકારના અક્ષર જેટલા વર્ષ (૬૮) તેમણે સંયમ પાળેલું. પૂજ્ય ધુરંધરવિજયજી :
પૂજ્યશ્રીને સૌ પ્રથમ મેં આ જ ભૂમિમાં સં. ૨૦૦૬માં જોયા. ચાતુર્માસ નિવૃત્તિનિવાસમાં હતું. પૂ.પં. ભદ્રંકર વિ.મ.નું કોટાવાળાની ધર્મશાળામાં હતું. પૂ. જિનપ્રભ વિ.ની તાજેતરમાં દીક્ષા થયેલી. પ્રથમ જ દર્શને અમે એકબીજાને ગમી ગયા. હું પૂજ્યશ્રીના ખોળામાં બેસી ગયો.
તારે દીક્ષા લેવી છે ?' એ પ્રશ્નના જવાબમાં મેં કહ્યું : દીક્ષા લેવી છે. તેમણે કહ્યું : “તો તારી દીક્ષા નક્કી.” તે વખતે બાળદીક્ષા જોખમ હતું. નરરત્ન વિ.ની દીક્ષા પછી બાળદીક્ષા થઈ ન્હોતી. મુમુક્ષુમંડળમાં ૧૪ વર્ષની આસપાસના ૩૨૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ