Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તો શું અક્ષયનું જીવન નીરસ હતું ? ના... એનું જીવન જરાય નીરસ હોતું, પણ રસપૂર્ણ હતું. પણ એને રસ હતો પરમાત્મા પર.
પરમાત્માના રસ સિવાયના બીજા બધા જ રસો એને મન ફીકા-ફસ હતા. નાનપણથી જ એની ચેતના ઊર્ધ્વગામિની હતી, ઊંચે જવા, પરમાત્માને પામવા તલસી રહી હતી. જેને શિખર પર આરોહણ કરવું હોય તે ખીણના અંધકારમાં શા માટે સબડતો રહે ? પ્રકાશથી ઝગમગતા પ્રદેશ પર જવા ઈચ્છનાર અંધારામાં શા માટે આળોટે ? પરમાત્માની અમૃત સૃષ્ટિમાં જવાનો ઈચ્છુક વિનાશી ને આ વિષભર્યા પદાર્થોમાં રસ શાનો મેળવે ?
નાનપણથી જ અક્ષયને પરમાત્માની લગની હતી. અક્ષય ફરી હૈદ્રાબાદમાં... પ્રેમાળ મામા દ્વારા ઘડતર :
આ બાજુ મામા માણેકચંદ અક્ષયને ભૂલ્યા ન્હોતા. અક્ષય હૈદ્રાબાદ છોડીને ભલે ફલોદી જતો રહ્યો હતો પણ મામાના મનથી ખસ્યો ન હતો. અક્ષયનો સ્વભાવ જ એટલો જ શાન્ત, સરળ અને નમ્ર હતો કે જેના હૃદયમાં એકવાર વસી જાય પછી તે કદી ભૂલે નહિ. બીજા પણ ન ભૂલે તો મામા તો કેમ ભૂલે?
ત્રણ વર્ષ પછી ફરીથી ૧૩ વર્ષના અક્ષયને હૈદ્રાબાદ બોલાવી લીધો.
ત્યાં મામાની સાથે અક્ષય દુકાને બેસે. બીજા પણ દરેક કાર્યોમાં મામાને સહયોગ આપે. પૂજા, પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાકાંડો તેમની સાથે જ કરે. આ રીતે અઢી વર્ષ સુધી વાત્સલ્યવંત મામા દ્વારા અક્ષયને ધાર્મિક ક્રિયાકાંડ તથા વેપારક્ષેત્રે તાલીમ મળતી રહી.
સગપણ અને લગ્ન :
વિ.સં. ૧૯૯૬માં અક્ષય ફરીથી માતા-પિતાની સેવામાં ફલોદી આવ્યો. ત્યારે માતા-પિતાએ ફલોદી ગામના એક ધર્મિષ્ઠ અને સુખી કુટુંબવાળા મિશ્રી લાલજી વૈદના સુપુત્રી
૩૦૪
* * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪