Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
वक्तुमाश्चर्यवान् भवेत् ॥
- જ્ઞાનસાર. આપણે બધા આરોપ સુખથી ટેવાયેલા છીએ. શરીર આત્મા ન હોવા છતાં તેમાં આત્માનો આરોપ કરીએ છીએ. સુખ ન હોવા છતાં સુખનો “આરોપ” કરીએ છીએ. સુખનો આરોપ એટલે જ સુખની ભ્રમણા !
ભગવાનની કૃપા વિના આ ભ્રમ ટળતો નથી. આરોપિત સુખ-ભ્રમ ટળ્યો રે, ભાસ્યો અવ્યાબાધ; સમર્યું અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય.
- પૂ. દેવચન્દ્રજી. સમાધિ દશા પેદા થતાં બધા જ ભ્રમનો ભાંગીનો ભૂક્કો થઈ જાય છે.
એક નવકારના કાઉસ્સગ્નમાં પણ એ તાકાત છે તમને સમાધિ આપી દે. ભલે એક નવકાર ખૂબ જ નાની ક્રિયા હોય, પણ તેની ઊર્જા ઘણી છે.
પણ આપણી ક્રિયા તો એટલી સુપરફાસ્ટ ચાલે કે બિચારી સમાધિને ક્યાંય પેસવાની જગ્યા જ ન મળે. આપણી ક્રિયા એટલે રાજધાની એક્ષપ્રેસ ! આપણે ક્રિયા કરવા ખાતર કરીએ છીએ. પણ આ જ મારો આનંદ છે ! એવું માનીને કદી ક્રિયાઓ કરતા નથી. જો આ રીતે ક્રિયાઓ કરીએ તો દરેક ક્રિયા ધ્યાન બની જાય ! દરેક કાઉસ્સગ્ન સમાધિ બની જાય.
દરેક કાઉસ્સગ વખતે આપણા શ્રદ્ધા, મેધા આદિ વધતા જવા જોઈએ.
શ્રદ્ધા હોય તો જ મેધા આવે. મેધા હોય તો જ ધૃતિ આવે. ધૃતિ હોય તો જ ધારણા આવે. ધારણા હોય તો જ અનુપ્રેક્ષા આવે.
યાત્રા તળેટીથી જ શરૂ થઈ શકે. જયાં આપણે હોઈએ ત્યાંથી જ સાધના શરૂ થઈ શકે. ખીણમાં રહેનારો માણસ કદી શિખર પરથી યાત્રા શરૂ ન કરી શકે.
તળેટીથી ઉપર ગયા પછી હિંગળાજનો હડો વગેરે સ્થાનો
*
*
*
*
*
*
* *
*
* ૩૪૦