Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તે જ વખતનું પૂજ્યશ્રીનું અંજાર ખાતે ચાતુર્માસ થયું. પછી તો વિહારમાં પણ સાથે રહ્યો. ૭ વર્ષ સુધી પૂજયશ્રી સાથે રહ્યો.
૨૦ વર્ષ પહેલા અહીંના ચાતુર્માસ વખતે મારા સંસારી પિતાશ્રીએ રસોડું ખોલેલું. પછી પૂજયશ્રીએ સંયમ-દાન આપીને આગમોનું દાન કર્યું.
પૂજ્ય કલાપ્રભસૂરિ, પૂજ્ય પંન્યાસ કલ્પતરૂવિજય, પૂજ્ય પંન્યાસ કીર્તિચન્દ્રવિજયજી વગેરે સહુનો મારા ઉપર ઉપકાર છે. પૂજયગણિ શ્રી મુક્તિચન્દ્રવિજયજીએ જોગની ક્રિયાઓ કરાવી. ક્યારેક અર્ધી રાતે પણ ક્રિયાઓ કરાવી. તેમનો ઉપકાર કેમ ભૂલાય ? પૂજ્ય ગણિ પૂર્ણચન્દ્રવિજયજી, પૂજય ગણિ મુનિચન્દ્રવિજયજી પાસે પણ મેં અભ્યાસ કર્યો છે.
ચતુર્વિધ સંઘ સમક્ષ ભાવના રાખું છું : સહુના ઉપકારોનું ઋણ ચૂકવવા સમર્થ બનું.
ભવોભવ આવા ગુરુદેવનો સેવક બનું, એવી જ ઈચ્છા છે.
(પૂજય આચાર્યશ્રીની નિશ્રામાં ચાલતી સાત - ૯૯ યાત્રાઓનો ભાર પૂજ્ય પં. મુક્તિચન્દ્રવિજયજી આદિ પર રાખીને માગ. સુ. ૬ ની સવારે પૂજ્ય આચાર્યશ્રી પાલીતાણાથી અમદાવાદ તરફ ૯૯ વર્ષીય પૂજ્ય આચાર્યશ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજીના વંદનાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે જ સમાચાર મળ્યા : આજે જ એ પૂ જય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા છે.)
કહ્યું કલાપૂર્ણસૂરિઓ' પુસ્તક મળ્યું. બહુ અલ્પ સમયમાં વાચનાઓનું સંકલન કરીને દળદાર પુસ્તક તૈયાર કર્યું. ધન્યવાદ.
વાચનાદાતા પૂજ્યશ્રીની પ્રભુ-ભક્તિ પ્રસિદ્ધિ પામેલી છે, તો આ અને અગાઉના પુસ્તક દ્વારા તમારી ગુરુ-ભક્તિ પ્રસિદ્ધિ પામી રહી છે. આ શ્રેણિના પુસ્તક આગળ ધપતા રહે અને હવે વહેલાસર કહેતા કલાપૂર્ણસૂરિ' પ્રકાશિત કરો એ જ અભિલાષા.
- ગણિ રાજરત્નવિજય
ડભોઈ છે
*
*
*
*
*
*
*
*
* *
*
* ૩૬૫